શોધખોળ કરો
Advertisement
NRCથી ડરવાની જરૂર નથી, મુસલમાનો માટે વિશેષ વ્યવસ્થા કરાશેઃ અમિત શાહ
શાહે ટ્વિટ કરીને કહ્યું છે, હું ફરી સ્પષ્ટ કરી દઉં છું કે એનઆરસીથી કોઈપણ ધર્મના ભારતીય નાગરિકે ડરવાની જરૂર નથી. લઘુમતી સમુદાય માટે સરકાર વિશેષ વ્યવસ્થા કરાશે, કારણકે વિપક્ષે તેમનામાં ભય ફેલાવ્યો છે. પરંતુ જે ઘૂસણખોરો હશે, પછી તે કોઈપણ હોય તેમણે દેશ છોડવો પડશે.
નવી દિલ્હીઃ એનઆરસીથી ડરવાની જરૂર નથી, મુસલમાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, લઘુમતી સમુદાય માટે સરકાર વિશેષ વ્યવસ્થા કરશે. એનઆરસીથી કોઈપણ ધર્મના ભારતીય નાગરિકે ડરવાની જરૂર નથી. કોઈપણ એનઆરસી કોઈપણ ભારતીય નાગરિકને દેશથી બહાર નહીં કરી શકે.
ગૃહ મંત્રાલયના સૂત્રો મુજબ, આગામી થોડા દિવસોમાં મંત્રાલય તરફથી લઘુમતી અને ખાસ કરીને મુસલમાનો માટે વિશેષ વ્યવસ્થાની જાહેરાત પણ થઈ શકે છે. શાહે ટ્વિટ કરીને કહ્યું છે, હું ફરી સ્પષ્ટ કરી દઉં છું કે એનઆરસીથી કોઈપણ ધર્મના ભારતીય નાગરિકે ડરવાની જરૂર નથી. લઘુમતી સમુદાય માટે સરકાર વિશેષ વ્યવસ્થા કરશે, કારણકે વિપક્ષે તેમનામાં ભય ફેલાવ્યો છે. પરંતુ જે ઘૂસણખોરો હશે, પછી તે કોઈપણ હોય તેમણે દેશ છોડવો પડશે.
શાહે જણાવ્યું, એનઆરસીમાં ધર્મના આધારે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. એનઆરસી અંતર્ગત જે લોકો આ દેશના નાગરિક નહીં હોય તેમને કાઢી મુકવામાં આવશે. તમારા દ્વારા જ લાવવામાં આવેલા કાનૂનો વિરોધ કરનારા ગુલામ નબી આઝાદ અને સોનિયા ગાંધીને પૂછવા માંગુ છું કે શું તમે આ કાનૂન શોકેસમાં રાખવા માટે લાવ્યા હતા.
દેશભરમાં અનેક જગ્યાએ મુસલમાનો નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં દેખાવો કરી રહ્યા છે તેવા જ સમયે ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન આવ્યું છે.
નાગરિકતા કાનૂન મુદ્દે વરૂણ ધવને શું કહ્યું ? જાણીને ચોંકી જશો
ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીને ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને કર્યા અનફોલો, જાણો વિગત
IND v WI: રોહિત શર્માએ વન ડેમાં નોંધાવ્યો વધુ એક મોટો રેકોર્ડ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement