શોધખોળ કરો
IND v WI: રોહિત શર્માએ વન ડેમાં નોંધાવ્યો વધુ એક મોટો રેકોર્ડ, જાણો વિગતે
રોહિત શર્માએ વન ડે કરિયરની 28મી સદી ફટકારી. 2018માં પણ રોહિત શર્માએ વન ડેમાં 1000થી વધારે રન બનાવ્યા હતા.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી વનડે મેચ રમાઇ રહી છે. મેચમાં વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન પોલાર્ડે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 387 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ 159 રન, લોકેશ રાહુલે 102 રનની શાનદાર ઈનિંગ રમી હતી. રોહિત શર્માએ વન ડે કરિયરની 28મી સદી ફટકારી હતી. આજની ઈનિંગ સાથે રોહિત શર્માએ 2019ના વર્ષમાં 1427 રન બનાવ્યા છે. 2018માં પણ રોહિત શર્માએ વન ડેમાં 1000થી વધારે રન બનાવ્યા હતા. આ ઉપરાંત કેલેન્ડર વર્ષમાં સાતમી સદી ફટકારી હતી. એક કેલેન્ડર વર્ષમાં સાત સદી મારવા મામલે તેણે સૌરવ ગાંગુલી અને ડેવિડ વોર્નરની બરોબરી કરી હતી. રોહિત આ વર્ષે 1300 કે તેથી વધુ રન કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે આ માટે 27 વનડે લીધી છે. વિરાટ કોહલીએ 25 વનડેમાં 61.52ની એવરેજથી 1292 રન કર્યા છે. તે વર્ષનો બીજો સર્વોચ્ચ રન સ્કોરર છે. વેસ્ટ ઇન્ડિઝનો શાઈ હોપ 27 મેચમાં 1225 રન સાથે લિસ્ટમાં ત્રીજા સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો એરોન ફિંચ 1141 રન સાથે લિસ્ટમાં ચોથા ક્રમે છે. રોહિત શર્માએ કેલેન્ડર વર્ષમાં બનાવેલા સૌથી વધુ રન રન વર્ષ 1427ઃ 2019 1293: 2017 1196: 2013 1030: 2018
વધુ વાંચો




















