શોધખોળ કરો
Advertisement
નાગરિકતા કાનૂન મુદ્દે વરૂણ ધવને શું કહ્યું ? જાણીને ચોંકી જશો
વરુણ ધવનને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું બોલીવુડ સિતારા પર આ મુદ્દે વાત નહી કરવાનું દબાણ છે. જેનો જવાબ આપતાં તેણે કહ્યું, તે દરેક વ્યક્તિ પર નિર્ભર કરે છે અને આ કોઈ ડરનું કારણ નથી.
મુંબઈઃ ભારતીય નાગરિકતા સંશોધન કાયદો અને દિલ્હીમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલી હિંસાને લઈ આજે બોલિવૂડ એક્ટર વરૂણ ધવને ફિલ્મ ‘સ્ટ્રીટ ડાંસર 3D’ના ટ્રેલર લોન્ચ દરમિયાન પોતાની વાત રાખી હતી. તેણે કહ્યું કે, મને આ મુદ્દાની અસલી હકીકત ખબર નથી, તેથી હું મારો અભિપ્રાય બાદમાં જણાવીશ.
વરુણ ધવનને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું બોલીવુડ સિતારા પર આ મુદ્દે વાત નહી કરવાનું દબાણ છે. જેનો જવાબ આપતાં તેણે કહ્યું, તે દરેક વ્યક્તિ પર નિર્ભર કરે છે અને આ કોઈ ડરનું કારણ નથી. તેણે જણાવ્યું, હું કોઈથી ડરતો નથી કારણકે હું મારા વતનને ખૂબ પ્રેમ કરું છું. હું દેશના તમામ લોકોને પ્રેમ કરું છું અને મને અહીંયા સૌથી વધુ સુરક્ષાનો અનુભવ થઈ રહ્યો છું. કોણ મને અહીંયા હાથ લગાવશે ?
આ ઉપરાંત તેણે કહ્યું, જ્યારે કોઈ ચીજને લઈ તમને 100 ટકા ખાતરી ન હોય ત્યારે બોલવું યોગ્યન ન કહેવાય. ઈમાનદારીથી કહું તો દેશમાં જે કંઈ થઈ રહ્યું છે, જે પ્રકારે રિપોર્ટ આવી રહ્યા છે, તે અંગે હાલ બોલવું ઠીક નથી. એક વખત હું આ મામલાને સારી રીતે સમજી લઈશ તે બાદ હું ચોક્કસ મારો મત વ્યક્ત કરીશ.
છેલ્લા સાત વર્ષથી લોકપ્રિય ટીવી શો સાવધાન ઈન્ડિયાને હોસ્ટ કરતા જાણીતા અભિનેતા સુશાંત સિંહને ભારતીય નાગરિકતા સંશોધન કાયદો અને જામિયા મિલ્લિયા ઈસ્લામિયામાં વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાના વિરોધમાં એક પ્રદર્શનમાં હિસ્સો લેવા માટે મંગળવારે શોમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશનના સચિવ સુશાંત સિંહે કહ્યું કે, ભારતીય નાગરિકતા સંશોધન કાયદો ધર્મના આધારે વિભાજન કરતો કાનૂન છે. જેનો હું સખત વિરોધી છું.
ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીને ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને કર્યા અનફોલો, જાણો વિગત
IND v WI: રોહિત શર્માએ વન ડેમાં નોંધાવ્યો વધુ એક મોટો રેકોર્ડ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion