શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગૃહ મંત્રી અમિત શાહને થયો કોરોના, જાણો કઈ રીતે લાગ્યો હોઈ શકે ચેપ ?
દેશમાં કોરોનો કહેર સતત વધી રહ્યો છે. રાજનેતા, સેલિબ્રિટીથી માંડી આમ આદમી તેનો ભોગ બની રહ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનો કહેર સતત વધી રહ્યો છે. રાજનેતા, સેલિબ્રિટીથી માંડી આમ આદમી તેનો ભોગ બની રહ્યા છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાથી સંક્રમિત બન્યા છે. ટ્વિટ કરીને તેમણે આ માહિતી આપી છે.
અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું, શરૂઆતના લક્ષણો જોવા મળ્યા બાદ મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત ઠીક છે પણ ડોક્ટરની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. મારી વિનંતી છે કે જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે આઇસોલેટ થઈ જાય અને તપાસ કરાવે.
અમિત શાહને દિલ્હીમાં કોરોનાને નાથવા માટેની જવાબદારી સોંપવામાં આવી પછી તેમણે સતત બેઠકો કરી હતી. દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાથી શાહને આ બેઠકો દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હોવાની પણ શક્યતા છે. અમિત શાહ છેલ્લા એક મહિના દરમિયાન કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં પણ બહુ ફર્યા છે તેના કારણે પણ ચેપ લાગ્યો હોવાની શક્યતા નકારાતી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion