શોધખોળ કરો
Advertisement
મહિલા સુરક્ષા પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પોલીસ સ્ટેશનમાં બનશે મહિલા હેલ્પ ડેસ્ક
મહિલા હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનને મહિલાઓ માટે વધુ અનુકુળ અને સરળતાથી પહોંચ યોગ્ય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે દેશભરમાં પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્કની સ્થાપના કરવા માટે નિર્ભયા ફંડમાંથી 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, મહિલા હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનને મહિલાઓ માટે વધુ અનુકુળ અને સરળતાથી પહોંચ યોગ્ય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ગૃહ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્કની સ્થાપના અને તેને મજબૂત કરવા માટે નિર્ભયા ફંડમાંથી 100 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની મંજૂરી અપાઇ છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ આ કાર્યક્રમને લાગુ કરશે અને આ હેલ્પ ડેસ્ક પર મહિલા પોલીસ અધિકારીઓની તૈનાતી કરાશે. મહિલા હેલ્પ ડેસ્કના અધિકારીઓને મહિલાઓની સમસ્યાઓ સંવેદનશીલતા સાથે સાંભળવા માટે ટ્રેનિંગ આપવામાં આવશે. હેલ્પ ડેસ્ક પર કાયદાકીય સહાયતા, પરામર્શ, પુનઃવસન અને ટ્રેનિંગ વગેરે માટે વકીલ, સાઇકોલોજીસ્ટ અને એનજીઓ જેવા નિષ્ણાંતોની પેનલને સામેલ કરવામાં આવશે.Ministry of Home Affairs has sanctioned Rs 100 crores from 'Nirbhaya' Fund for setting up and strengthening of Women Help Desks in Police Stations. The scheme to be implemented by the States and Union Territories. pic.twitter.com/xATmFpgqyw
— ANI (@ANI) December 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement