શોધખોળ કરો
મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં કેટલા કરોડનો થયો ખર્ચ ? RTIમાં થયો ખુલાસો
ઉસ્માનાબાદના આરટીઆઈ કાર્યકર્તા નિખિલ ચનભટ્ટી દ્વારા માંગવામાં આવેલી જાણકારીના જવાબ મુજબ, સમારોહ પર 2.79 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જેમાં ફૂલોની સજાવટ પર ત્રણ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં બનેલી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં 2.79 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. RTI અંતર્ગત માંગવામાં આવેલી જાણકારીના જવાબમાં આ વાત સામે આવી છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે મુંબઈના શિવાજી પાર્ક મેદાનમાં મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના 6 મંત્રીઓએ પણ તેમની સાથે શપથ લીધા હતા. વાંચોઃ ‘અંડરવર્લ્ડ ડૉન કરીમ લાલાને મળવા જતા હતા પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી’, શિવસેના નેતા સંજય રાઉતનો દાવો ઉસ્માનાબાદના આરટીઆઈ કાર્યકર્તા નિખિલ ચનભટ્ટી દ્વારા માંગવામાં આવેલી જાણકારીના જવાબ મુજબ, સમારોહ પર 2.79 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જેમાં ફૂલોની સજાવટ પર ત્રણ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. પાંચવર્ષ પહેલા દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં બનેલી સરકારના શપથ સમારોહમાં 98.37 લાખ રૂપિયા ખર્ચ થયો હતો. શહેરના વાનખેડે સ્ટેડિયમમાં શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ચનભટ્ટીએ છેલ્લા 10 વર્ષમાં આયોજિત વિવિધ સરકારી કાર્યક્રમોની માહિતી માંગી હતી. વાંચોઃ INDvAUS: રાજકોટ વન ડે પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી થયો બહાર ઉદ્ધવ ઠાકરેએ મુંબઈના શિવાજી પાર્કમાં મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ મહારાષ્ટ્રના નવા સીએમ ઉદ્ધવ ઠાકરેએ જનતાને પ્રણામ કર્યા હતા.
વધુ વાંચો





















