Helicopter Booking: કેદારનાથ યાત્રા માટે ઓનલાઇન કેવી રીતે બુક કરશો હેલિકોપ્ટર, જાણો સંપૂર્ણ પ્રોસેસ
Helicopter Booking: દર વર્ષે દેશના ખૂણે-ખૂણેથી લાખો લોકો ભગવાન કેદારનાથના દર્શન કરવા પહોંચે છે. કેટલાક લોકો સરળતાથી ચાલી શકે છે અને કેટલાક ચાલી શકતા નથી, તેમના માટે ઉત્તરાખંડ સરકાર તરફથી હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ છે.

Kedarnath Yatra Helicopter Booking: ઉત્તરાખંડમાં દર વર્ષે લાખો લોકો પવિત્ર કેદારનાથના દર્શન કરે છે. એવું કહેવામાં આવે છે કે, કેદારનાથ મંદિરમાં સ્વયં નિર્મિત શિવલિંગ સ્થાપિત છે, જેને સ્વયંભૂ કહે છે. જો તમે પણ અહીં જવાનું વિચારી રહ્યા છો અને ચાલવા માટે અસમર્થ છો, તો તમે હેલિકોપ્ટર સેવાનો લાભ લઈ શકો છો. નોંધનિય છે કે, , કેદારનાથની યાત્રા 2 મેથી શરૂ થઈ રહી છે, પરંતુ હેલિકોપ્ટર સેવા માટે બુકિંગ 8 એપ્રિલથી શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમે કેવી રીતે હેલિકોપ્ટર બુક કરાવી શકો છો...
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે આ વખતે બુકિંગ પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે, તમે ઘરે બેસીને કેદારનાથ માટે હેલિકોપ્ટર કેવી રીતે બુક કરી શકો છો અને તેનું ભાડું શું છે?
હેલિકોપ્ટર માટે કેટલો ખર્ચ થશે?
કેદારનાથ જવા માટે તમે અલગ-અલગ હેલિપેડ પરથી હેલિકોપ્ટર સેવાનો લાભ લઈ શકો છો. આ વર્ષે 2025 માં, કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવાઓ ગુપ્તકાશી, ફાટા અને સિરસી જેવા 3 મુખ્ય હેલિપેડથી સંચાલિત કરવામાં આવશે, તેથી દરેક હેલિપેડ પર ભાડું અલગ છે. ઉદાહરણ તરીકે, ફાટાથી કેદારનાથ સુધીનું વન-વે ભાડું રૂ. 6,074, સિરસીથી કેદારનાથનું વન-વે ભાડું રૂ. 6072 અને ગુપ્તકાશીથી કેદારનાથ સુધીનું વન-વે ભાડું રૂ. 8,426 પર રાખવામાં આવી છે.
જો તમે હેલિકોપ્ટર સર્વિસ બુક કરાવી છે અને તમારો પ્લાન કેન્સલ થઈ ગયો છે અને તમે આ સર્વિસ કેન્સલ કરવા ઈચ્છો છો તો આ સુવિધા તમારા માટે પણ ઉપલબ્ધ છે.
કયા દસ્તાવેજોની જરૂર છે?
હેલિકોપ્ટર બુક કરવા માટે તમારે કેદારનાથ રજીસ્ટ્રેશન નંબર અને તમારા આધાર કાર્ડ નંબરની જરૂર પડશે.
હેલિકોપ્ટર કેવી રીતે બુક કરવું?
સૌથી પહેલા તમારે વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in પર જવું પડશે. અહીં તમારે કેદારનાથ માટે તમારું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
ત્યારબાદ હેલિકોપ્ટર બુક કરવા માટે તમારે વેબસાઇટ www.heliyatra.irctc.co.in પર જવું પડશે.
અહીં નામ, ફોન નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો અને સાઈનઅપ કરો.
હવે તમારો નોંધણી નંબર દાખલ કરો અને મુસાફરીની તારીખ, હેલિપેડ અને હેલિકોપ્ટર કંપની પસંદ કરો.
હવે તમારી વિગતો ભરો.
આ પછી, રજિસ્ટર્ડ નંબર અથવા ઇમેઇલ પર મોકલવામાં આવેલ OTP દાખલ કરો અને ફી જમા કરો.
છેલ્લે તમારી ટિકિટ ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો





















