શોધખોળ કરો
Advertisement
Parliament's Monsoon Session: કોરોના કાળમાં કેવી રીતે બોલાવવામાં આવે સંસદનું સત્ર, ચર્ચા શરૂ
સસંદનું સત્ર બોલાવવાને લઈ રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડૂએ સેક્રેટરી જનરલ અને અન્ય અધિકારીઓ સાથે આશરે એક કલાક વાત કરી.
નવી દિલ્હીઃ કોરોના કાળમાં સંસદ સત્ર કેવી રીતે બોલાવવું તેને લઈ ચર્ચા શરૂ થઈ ઘઈ છે. કારણકે સામાન્ય દિવસોમાં સંસદનું ચોમાસું સત્ર જુલાઈ-ઓગસ્ટ મહિનામાં બોલાવવામાં આવે છે પરંતુ આ વખતે કોરોના કાળને લઈ અસમંજસની સ્થિતિ છે. આ વાતને લઈ રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ રાજ્યસભા સચિવાલયના અધિકારીઓ સાથે લાંબી બેઠક કરી હતી.
વર્ચુઅલ રીતે સાંસદોનો જોડવા પર થઈ ચર્ચા
સસંદનું સત્ર બોલાવવાને લઈ રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડૂએ સેક્રેટરી જનરલ અને અન્ય અધિકારીઓ સાથે આશરે એક કલાક વાત કરી. બેઠકમાં કોરોના કાળમાં કેવી રીતે રાજ્યસભા સત્ર બોલાવી શકાય તેના પર ચર્ચા થઈ. બેઠક દરમિયાન એવી ચર્ચા થઈ કે સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરીને સભ્યોની સહભાગિતા વધારી શકાય છે તેના પર ચર્ચા થઈ. આ માટે સંસદના સેન્ટ્રલ હોમાં બેસીને કે બાલ યોગી ઓડિટોરિયમમાં બેસીને વર્ચુઅલ રીતે રાજ્યસભાની કાર્યવાહીમાં હિસ્સો લઈ શકે છે.
સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરીને રાજ્યસભામાં મહત્તમ 127 સાંસદ જ બેસી શકે છે
બેઠક દરમિયાન વેંકૈયા નાયડૂએ કહ્યું કે, આગામી દિવસોમાં વર્ચુઅલ પાર્લિયામેંટની મહત્તમ જરૂર પડશે. પરિણામે તેને લઈ તૈયારી કરવાની જરૂર છે. બેઠક દરમિયાન સામે આવ્યું કે રાજ્યસભામાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરીને અને જો મીડિયા ગેલેરીને છોડીને બાકીની તમામ ગેલેરીનો ઉપયોગ કરવામાં આવે તો મહત્તમ 127 લોકો જ બેસી શકે છે. બાકી સભ્યોને સેન્ટ્રલ હોલ કે બાલયોગી ઓડિટોરિયમ દ્વારા ગૃહની કાર્યવાહીમાં સામેલ કરી શકાય છે. આ દરમિયાન રાજ્યસભાની મીડિયા ગેલેરીમાં પણ સામાજિક અંતરનું પાલન થવું જોઈએ.
એક સપ્તાહમાં તૈયાર થઈ શકે છે પ્લાન
વેંકૈયા નાયડૂએ અધિકારીઓને એક સપ્તાહમાં પ્લાન તૈયાર કરવા કહ્યું છે. આ બેઠકનો હેતુ રાજ્યસભાની કાર્યવાહી યોગ્ય રીતે ચાલી શકે તે માટે પૂરી તૈયારી કરવાનો હતો. જેથી જ્યારે પણ સરકાર નક્કી કરે કે સંસદનું સત્ર બોલાવવાનું છે ત્યારે તેમાં કોઈ મુશ્કેલી ન પડે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement