શોધખોળ કરો
Advertisement
હૈદરાબાદ કેસઃ ભાજપની મહિલા સાંસદે કહ્યું, મીણબત્તી લઈને નીકળતા લોકો જ ફાંસીનો વિરોધ કરે છે
સંસદના શિયાળુ સત્રના 11માં દિવસે બંને ગૃહમાં હૈદરાબાદ ગેંગરેપના મુદ્દા પર ચર્ચા થઈ. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવકતા મીનાક્ષી લેખીએ લોકસભામાં કહ્યું કે, જે લોકો મીણબત્તીઓ લઈને સડક પર નીકળે છે તેઓ જ આરોપીઓને સજા થવાની સ્થિતિમાં તેમની ફાંસીની સજા પર આપત્તિ પણ વ્યક્ત કરે છે અને અદાલતોમાં જાય છે.
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના 11માં દિવસે બંને ગૃહમાં હૈદરાબાદ ગેંગરેપના મુદ્દા પર ચર્ચા થઈ. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવકતા મીનાક્ષી લેખીએ લોકસભામાં કહ્યું કે, જે લોકો મીણબત્તીઓ લઈને સડક પર નીકળે છે તેઓ જ આરોપીઓને સજા થવાની સ્થિતિમાં તેમની ફાંસીની સજા પર આપત્તિ પણ વ્યક્ત કરે છે અને અદાલતોમાં જાય છે.
હૈદરાબાદ ગેંગરેપ બાદ દેશમાં યૌન અપરાધો માટે કઠોર કાનૂનની માંગ ઉઠી રહી છે. ઉપરાંત દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, ભારતની સંસદ આવી ઘટનાઓને લઈ હંમેશા ચિંતિત રહી છે અને સરકારને પણ આ વિષય પર કડક કાર્યવાહી કરવા ગૃહમાં માહિતગાર કરી છે. અમે આવા અપરાધની એક સૂરમાં નિંદા કરીએ છીએ. દેશના કોઇપણ રાજ્યમાં આ ઘટના ફરી ન બને તેવી આપણે અપેક્ષા રાખીએ.Hyderabad: People today, held protest against the rape and murder of woman veterinarian in #Telangana. pic.twitter.com/uHaVOQotHH
— ANI (@ANI) December 2, 2019
હૈદરાબાદમાં ડોક્ટર મહિલાનું સ્કૂટી ખરાબ થઈ ગયું હતું. સૂમસામ જગ્યાએ ગાડી ખરાબ થવાના કારણે તે ડરી ગઈ હતી. પરિવારજનોને તેણે ફોન પર આ અંગે જાણ પણ કરી હતી. બાદમાં તેનો ફોન બંધ થઈ ગયો હતો અને સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં ડોક્ટર સાથે બનેલી આ ઘટના સામે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જ્યારે રાજસ્થાનના ટોંક જિલ્લામાં શનિવારે લાપતા થયેલી 6 વર્ષની બાળકીનું શબ સ્કૂલ ડ્રેસમાં રવિવારે મળ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ બાળકી પર રેપ કરવામાં આવ્યા બાદ તેને સ્કૂલ બેલ્ટથી ગળું દબાવીને મારી નાંખવામાં આવી હતી. બાળકીની બોડી ખેતડી ગામ પાસે એક અવાવરું જગ્યાએ ઝાડીમાંથી મળ્યો હતો. ઘટના સ્થળેથી શરાબની બોટલો, સ્નેક્સ અને લોહીના ડાઘ પણ મળ્યા છે.Chandigarh Pradesh Mahila Congress holds protest against rape & murder of woman veterinarian in Telangana, demanding capital punishment for the rapists. pic.twitter.com/j3zrvkaJKl
— ANI (@ANI) December 2, 2019
બીજી તરફ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ મંગળવારથી જંતર મંતર પર આમરણાંત ઉપવાસ પર બેસશે. ટ્વિટ કરીને તેમણે આ જાણકારી આપી છે. માલીવાલે ટ્વિટ કરીને કહ્યું, ખૂબ થયું! નાની છ વર્ષની બાળકી અને હૈદરાબાદ રેપ પીડિતાની ચીસો મને 2 મિનિટ પણ બેસવા નથી દેતા. બળાત્કારીને કોઈપણ સંજોગોમાં 6 મહિનામાં ફાંસી થાય. આ કાનૂનને લાગુ કરવા માટે હું કાલથી જંતર-મંતર પર આમરણાંત ઉપવાસ પર બેસી રહી છું. જ્યાં સુધી મહિલાઓની સુરક્ષાની કોઈ ગેરંટી નહીં મળે ત્યાં સુધી અનશન કરીશ. રાજ્યમાં ઠંડીની થઈ શરૂઆત, જાણો કયા શહેરમાં નોંધાયું સૌથી ઓછું તાપમાન ભારતીય ક્રિકેટર મનીષ પાંડે સાથે લગ્ન કરનારી એક્ટ્રેસ આશ્રિતા શેટ્ટી કોણ છે ? જાણો વિગત અમરેલીઃ નાના ભંડારિયા પાસે કાર વૃક્ષ સાથે અથડાઈ, એક જ પરિવારના ત્રણ લોકોના મોતPatna: Doctors hold a protest against the rape & murder of woman veterinarian in Telangana, demanding capital punishment for the rapists. #Bihar pic.twitter.com/R8If9qDfVl
— ANI (@ANI) December 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement