શોધખોળ કરો
Advertisement
ભારતીય સરહદમાં ઘૂસ્યું પાકિસ્તાનનું પ્લેન, ઇન્ડિયન એરફોર્સે જયપુરમાં ઉતરવા કર્યું મજબૂર
પાકિસ્તાન તરફથી આવી રહેલા કાર્ગો પ્લેન એન્તોનોવ એએન-12ને ભારતીય સરહદમાં આવ્યા બાદ ઇન્ડિયન એરફોર્સે તેને જયપુર એરપોર્ટ્સ પર ઉતરવા મજબૂર કર્યું હતું.
નવી દિલ્હીઃ ભારતીય એરફોર્સમાં ઘૂસ્યા બાદ પાકિસ્તાનથી આવી રહેલા કાર્ગો પ્લેનને જયપુર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું છે જ્યાં તેના પાયલટ સાથે પૂછપરછ ચાલી રહી છે. સરકારી સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઇને આ જાણકારી આપી હતી. પાકિસ્તાન તરફથી આવી રહેલા કાર્ગો પ્લેન એન્તોનોવ એએન-12ને ભારતીય સરહદમાં આવ્યા બાદ ઇન્ડિયન એરફોર્સે તેને જયપુર એરપોર્ટ્સ પર ઉતરવા મજબૂર કર્યું હતું. હાલમાં પ્લેનના પાયલટની પૂછપરછ કરવામાં આવી રહી છે.
એક રિપોર્ટ્સ મુજબ વિમાને કરાંચીથી દિલ્હી માટે ઉડાણભરી હતી. પ્લેન પોતાના નક્કી રૂટ (ઉત્તર ગુજરાત)થી અલગ જઇને ભારતીય સરહદમાં ઘૂસ્યુ હતું ત્યારબાદ ઇન્ડિયન એરફોર્સના સુખોઇ વિમાને પાકિસ્તાની વિમાનને એરપોર્ટ પર ઉતરવા મજબૂર કર્યા હતા. આ કાર્ગો પ્લેન યુરોપિયન દેશ જ્યોર્જિયાનું છે.
નોંધનીય છે કે ઇન્ડિયન એરફોર્સની બાલાકોટમાં કરવામાં આવેલી કાર્યવાહી અગાઉથી પાકિસ્તાન તરફથી અનેકવાર ફાઇટર પ્લેન ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement