શોધખોળ કરો
Advertisement
દિલ્હીઃ અંકિત શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો, ચાકૂ મારીને કરવામાં આવી હત્યા
તાહિર વિરુદ્ધ હત્યા અને હિંસા ફેલાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ દિલ્હી હિંસામાં માર્યા ગયેલા આઇબીના કર્મચારી અંકિત શર્માનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અંકિત શર્માના શરીર પર ચાકૂના નિશાન હોવાનો ખુલાસો થયો છે. અંકિતના પેટ અને છાતીમાં ચાકૂના નિશાન મળ્યા છે. આખા શરીર પર ચાકૂના અનેક નિશાન છે. અંકિત શર્માની હત્યાનો આરોપ આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસૈન પર છે. ગુરુવારે તાહિર વિરુદ્ધ હત્યા અને હિંસા ફેલાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
અંકિતના પરિવારે તાહિર હુસૈનને અંકિતના મોત માટે જવાબદાર ગણાવ્યો હતો. પરિવારના મતે અચાનક બહારથી પાડોશમાં રહેતા એક પરિવારે મદદ માટે બૂમ પાડી. જેને સાંભળીને અંકિત મદદ માટે બહાર આવ્યો હતો. તેના પરિવારે કહ્યું કે, અંકિત તે સમયે ઘરની બહાર નીકળ્યો પછી પાછો ફર્યો નથી. અંકિતની લાશ નજીકની ગટરમાંથી મળી આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement