શોધખોળ કરો
કોરોનાના એન્ટીજન રેપિડ ટેસ્ટ માટે સ્વદેશી કિટને મળી મંજૂરી, જાણો કેટલી છે કિંમત
ICMR એ બુધવારે પ્રથમ સ્વદેશી ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી છે. ટેસ્ટિંગ કિટ દ્વારા કોરોના દર્દીની ઓળખ કરવી સરળ થઈ જશે.
![કોરોનાના એન્ટીજન રેપિડ ટેસ્ટ માટે સ્વદેશી કિટને મળી મંજૂરી, જાણો કેટલી છે કિંમત ICMR approved indian company for antigen test kits કોરોનાના એન્ટીજન રેપિડ ટેસ્ટ માટે સ્વદેશી કિટને મળી મંજૂરી, જાણો કેટલી છે કિંમત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/25132820/corona-test.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતની પ્રથમ એન્ટીજન કિટને ICMR દ્વારા મંજૂરી આપવામા આવી છે. પૈથોકૈચ કોવિ-19 એન્ટીજન રેપિડ ટેસ્ટિંગ કિટને ભારતમાં વિકસિત કરવામાં આવી છે. જલદી તેને બજારમાં ઓર્ડર માટે ઉપલ્બધ કરાવી દેવામાં આવશે. કિટની કિંમત 450 રૂપિયા રાખવામાં આવી છે.
પૈથોકૈચ કોવિડ-19 એન્ટીજન રેપિડ ટેસ્ટિંગ કિટ બનાવનારી કંપનીનું નામ માઇલેબ ડિસ્કવરી સોલ્યૂશંસ છે. ICMR એ બુધવારે પ્રથમ સ્વદેશી ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી છે. ટેસ્ટિંગ કિટ દ્વારા કોરોના દર્દીની ઓળખ કરવી સરળ થઈ જશે. કોવિડ-19ની ઓળખ માટે રેપિડ એન્ટીજન ટેસ્ટ RT-PCRની તુલનામાં વધારે ઝડપથી થાય છે. તેનાથી 30 મિનિટની અંદર તપાસનો રિપોર્ટ આવી જાય છે.
RT-PCR ટેસ્ટ માટે સુવિધાથી સજ્જ પ્રયોગશાળાની જરૂર હોય છે. એન્ટીજન ટેસ્ટમાં સેમ્પના સ્વાબ લેવામાં આવે છે. તેમાં પોઝિટિવ મામલાની ખબર પડશે અને લોકોને તે આધારે ટ્રીટમેન્ટની સુવિધા મળવામાં સરળતા થશે. માઇલેબ ડિસ્કવરી સોલ્યૂશંસના મેનેજિંગ ડાયરેક્ટર હસમુખ રાવલે કહ્યું, અમારી ટીમ શક્ય તમામ રીતે મહામારીનો મુકાબલો કરવા માટે સખત મહેનત કરી રહી છે. વિદેશી કિટ્સ પર નિર્ભરતા ઓછી કરવાના હેતુથી અમે ટેસ્ટિંગ કિટ લોન્ચ કરી છે. એન્ટીજન ટેસ્ટિંગ કિટની મંજૂરી મળવાથી અમે કોવિડ-19 ટેસ્ટિંગના તમામ પાસાને કવર કરી શકીશું.
ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ વૈલ્લૂરમાં વાયરોલોજી વિભાગના પૂર્વ હેડ જૈકબ જોને કહ્યું, આ માધ્યમથી અમે કોરોના ટ્રાન્સમિશનને તોડવામાં સફળ થઈશું. સંક્રમિત લોકોની ઓળખ કરીને તેમને આઇસોલેટ કરી બીજી બીમારી ફેલાવાથી બચાવી શકાશે. આ પહેલા ICMR એ SD Biosensor ને એન્ટીજન ટેસ્ટ કિટની મંજૂરી આપી હતી. દક્ષિણ કોરિયાની કંપની SD Biosensorની ઓફિસ હરિયાણાના માનેસરમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)