શોધખોળ કરો
Advertisement
Lockdown: લોકો નહીં માને તો આ રાજ્યમાં અપાશે દેખો ત્યાં ઠારનો આદેશ, જાણો વિગતે
તેલંગાણામાં સોમવાર અને મંગળવારે લોકડાઉન તોડીને લોકો જે રીતે ઘરની બહાર નીકળ્યા હતા તેનાતી કેસીઆર નારાજ થયા હતા.
નવી દિલ્હીઃ કોરોના પર કાબૂ મેળવવા માટે દેશભરમાં Lockdown લાગુ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે મંગળવારે કહ્યું કે, જો લોકડાઉનનું પાલન નહીં કરો તો મારી પાસે સેના બોલવવા અને દેખો ત્યાં ઠારનો આદેશ આપવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નહીં હોય.
કેસીઆરે કહ્યું, જો લોકો લોકડાઉનના આદેશનું ઉલ્લંઘન કરશે તો મારે 24 કલાકના કર્ફ્યુનો આદેશ આપવો પડશે. સરકાર પાસે પોલીસને દેખો ત્યાં ઠાકર જેવો હુકમ આપવો પડે તેવી સ્થિતિ ઉભી ન થાય તે જોવા ખાસ અપીલ છે.
તેલંગાણામાં સોમવાર અને મંગળવારે લોકડાઉન તોડીને લોકો જે રીતે ઘરની બહાર નીકળ્યા હતા તેનાતી કેસીઆર નારાજ થયા હતા. કેસીઆરે કહ્યું, રાતે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. રોજ સાંજે 6 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ થવી જોઈએ.
ગઈકાલે રાતે પ્રધાનમંત્રી મોદીએ ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરીને 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. હાલ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 562 પર પહોંચી ગઈ છે, જ્યારે 11 લોકોએ જીવ ગુમાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion