કોરોના સંક્રમણના એક ડોઝ લીધા બાદ સંક્રમિત થયા હોત તો બીજી ડોઝ ક્યારે લેશો, જાણો
કોરોનાની વેક્સિનનો એક ડોઝ લીધા બાદ સંક્રમિત થયા હોય તેવી વ્યક્તિએ બીજો ડોઝ ક્યારે લેવો જોઇએ.. આ મુદ્દે એમ્સના ડાયરેક્ટરે સ્પષ્ટતા કરતાં દર્દીની મૂુંઝવણને દૂર કરી છે.
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. આ સ્થિતિમાં જે લોકોએ વેક્સિનનો એક ડોઝ લઇ લીધો છે. તેવા લોકો પણ સંક્રમિત થયા છે. સંક્રમિત થનાર આ લોકોએ બીજો વેક્સિનનો ડોઝ ક્યારે લેવો જાણીએ..
કોરોનાની બીજી લહેર પડકાર રૂપ સાબિત થઇ રહી છે. એપ્રિલ માસમાં કોરોનાથી 45 હજાર લોકો મોતને ભેટયા છે. હાલ એવા સંખ્યાબંધ લોકો પણ સંક્રમિત થયા છે. જેમણે વેક્સિનો એક ડોઝ લીધો છે. આવા લોકો મુંઝવણમાં છે કે, વેક્સિનનો એક ડોઝ લીધા બાદ સંક્રમણ થયું છે તો બીજો ડોઝ લેવો કે નહીં? અને લેવો તો કેટલા સમય બાદ લેવો...
એમ્સના ડાયરેક્ટર રણદિપ ગુલેરિયાએ કોવિડ વાયરસના નવા સ્ટ્રેન વિશે મીડિયા સમક્ષ વાત કરતા આ પ્રકારની કેટલીક મુંઝવણોને દૂર કરી હતી. એવા અનેક લોકો છે. જેમને આ સવાલ મુઝવી રહયો છે કે, કોરોના સંક્રમણના એક ડોઝ લીધા બાદ સંક્રમિત થયું હોય તો બીજી ડોઝ ક્યારે લઇ શકાય આ મામલે એમ્સના ડાયરેક્ટર રણદિપ ગુલેરિયાએ જણાવ્યું કે, જે દર્દીએ પહેલો ડોઝ લઇ લીધો છે અને બીજો બાકી છે તે દરમિયાન જ સંક્રમિત થયા છે તેવા લોકોએ રિપોર્ટ નેગેટિવ આવ્યાના 6 સપ્તાહ બાદ જ બીજી વેક્સિનનો ડોઝ લેવો જોઇએ...
કોરોનાથી એક મહિનામાં 45 હજારનાં મોત
ભારતમાં કોરોના સંક્રમણનો કહેર રોકાવવાનું નામ નથી લેતું. માત્ર એક મહિનાની અંદર45 હજારથી વધુ કોરોના સંક્રમિતોએ જીવ ગુમાવ્યાં છે. હજું પણ આ કહેર રોકાવવાનું નામ નથી લેતી. કોરોનાના સંક્રમિતથી રોજ ત્રણ હજારથી વધુ લોકોના મૃત્યુ થઇ રહ્યાં છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.