Petrol Diesel: કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, PUC વગરના વાહનોને આ તારીખથી નહીં મળે પેટ્રોલ-ડીઝલ
દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે શનિવારે જણાવ્યું, વાહનોના પ્રદૂષણને રોકવા માટે 25 ઓક્ટોબરથી રાષ્ટ્રીય રાજધાનીના પેટ્રોલ પંપ પર PUC પ્રમાણપત્ર વિના પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં.
Delhi News: દિલ્હીમાં પ્રદૂષણ પ્રમાણપત્ર વિના પંપ પર વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ ભરી શકાશે નહીં. આ પહેલા પ્રમાણપત્ર બતાવવાનું રહેશે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે શનિવારે જણાવ્યું હતું કે વાહનોના પ્રદૂષણને રોકવા માટે, AAP સરકારે નિર્ણય લીધો છે કે 25 ઓક્ટોબરથી રાષ્ટ્રીય રાજધાનીના પેટ્રોલ પંપ પર PUC (પ્રદૂષણ નિયંત્રણ હેઠળ) પ્રમાણપત્ર વિના પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં.
તેમણે કહ્યું કે આ અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. દિલ્હીમાં વધતા પ્રદૂષણમાં વાહનોનું ઉત્સર્જન મુખ્ય ફાળો આપનાર છે. રાયે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેને ઘટાડવું હિતાવહ છે, તેથી નિર્ણય લેવામાં આવ્યો છે કે 25 ઓક્ટોબરથી PUC પ્રમાણપત્ર વિના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. આ નિર્ણય પર્યાવરણ, પરિવહન અને ટ્રાફિક વિભાગના અધિકારીઓની બેઠકમાં લેવામાં આવ્યો છે.
એચ-1B વિઝા ધારકો માટે કામના સમાચાર
અમેરિકામાં રહેતા એચ-1બી વિઝા ધારકો માટે કામના સમાચાર છે. એચ-1બી વિઝાનું સ્ટેમ્પિંગ હવે અમેરિકામાં કરવામાં આવે એવી ભલામણ પ્રેસિડેન્ટ કમિશને કરી છે. ભલામણ પછી અમેરિકાના પ્રમુખ જો બાઈડન એને મંજૂરી આપી દેશે તો અસંખ્ય ભારતીયોને એચ-1બી વિઝા મેળવવામાં સરળતા થઈ જશે. અત્યાર સુધી સ્ટેમ્પિંગ જે તે દેશમાં આવેલી અમેરિકન એમ્બેસીમાં થાય છે.
અત્યારે વિઝા મેળવવા માટે જે તે દેશમાં આવેલી અમેરિકન એમ્બેસીમાં સ્ટેમ્પિંગ માટે અરજી કરવામાં આવે છે. તેના કારણે પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય છે. એચ-1વિઝા ધારકોને અમેરિકન કંપનીઓ નોકરી ઓફર કરે અને તેની સમયમર્યાદા પૂરી થાય તે સમયગાળા સુધીમાં ઘણા કિસ્સામાં સ્ટેમ્પિંગ થતું ન હોવાથી અમેરિકામાં જઈને નોકરી કરવાની તક ગુમાવવી પડે છે. અમેરિકામાં પહોંચ્યા પછી પણ ફરીથી સ્ટેમ્પિંગ કરાવવા જે તે દેશમાં આવેલી એમ્બેસીમાં જ પ્રયાસો કરવા પડે છે. તેના બદલે જો અમેરિકામાં જ સ્ટેમ્પિંગ થાય તો પ્રક્રિયા સરળ બને તેમ છે. પ્રેસિડેન્ટ કમિશન ઓન એશિયન અમેરિકન્સ એન્ડ પેસિફિક આઈસલેન્ડના સભ્યોએ પ્રમુખને સ્ટેમ્પિંગ અમેરિકામાં થાય તેવી વ્યવસ્થા માટે ભલામણ કરી છે.
અમેરિકામાં સ્ટેમ્પિંગ થાય તેની ભલામણ કમિશનના સભ્ય એવા ભારતીય મૂળના અમેરિકન ભુટોરિયા જૈને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે એચ-1બી વિઝાધારકોને રિન્યૂઅલ માટે કે દેશમાંથી અમેરિકા પાછા ફરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમેરિકામાં સ્ટેમ્પિંગ થાય તો સ્વદેશની મુલાકાત બાદ અમેરિકા પાછા ફરવામાં પણ સરળતા રહે તેમ છે. પ્રેસિડેન્ટ કમિશનની ભલામણ પછી હવે અમેરિકાના પ્રમુખ જો બાઈડન પાસે આ ફાઈલ ફાઈનલ હસ્તાક્ષર માટે જશે. તો બાઈડન નવીનીકરણને મંજૂર કરશે તો સેંકડો ભારતીયો સહિત એશિયન નાગરિકોને અમેરિકામાં નોકરી કરવાનું અને સ્વદેશ આવીને અમેરિકા જવાનું સરળ બની જશે.