શોધખોળ કરો

IMD Rain Alert: દેશના ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી,  જાણો હવામાન વિભાગનું એલર્ટ 

દેશભરમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ભારે વરસાદ પડી રહ્યો છે. આજે હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

IMD Rain Alert: દેશભરમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ભારે વરસાદ પડી રહ્યો છે. આજે હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે.  યુપી અને બિહારમાં ભારે વરસાદને કારણે ગંગા, યમુના અને કોસીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.

દિલ્હીના લોકોએ સાવધ રહેવું જોઈએ

આજે દિલ્હીમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દિલ્હીમાં ભારે વરસાદની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે દિલ્હીના લોકોને કારણ વગર  ઘરની બહાર ન નિકળવાની સલાહ આપી છે. આ ઉપરાંત, પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે.

યુપીમાં ભારે વરસાદની ચેતવણી

યુપીમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આજે સવારથી જ સમયાંતરે વરસાદ ચાલુ છે. રાજ્યના 50 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ભારે પવનની ચેતવણી જારી કરવામાં આવી છે. યુપીના બલરામપુર, સિદ્ધાર્થનગર, મહારાજગંજ, કુશીનગર, દેવરિયા, સંત કબીર નગર, ગોંડા, બસ્તી, ગોરખપુરમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉપરાંત, હવામાન વિભાગે નદીઓના કાંઠે ન જવા માટે કડક સૂચનાઓ આપી છે.

બિહારના ઘણા જિલ્લાઓમાં ચેતવણી

બિહારના પટના, ગયા, ગોપાલગંજ, ભાગલપુર, દરભંગા અને મધુબની જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વીજળી અંગે ચેતવણી જારી કરી છે અને ખુલ્લા સ્થળોએ ન રહેવાની સલાહ આપી છે. ગામલોકોને વીજળી પડતી વખતે કોઈપણ મોટા ઝાડ નીચે આશરો ન લેવાનું કહેવામાં આવ્યું છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસી શકે છે

હવામાન વિભાગે રાજસ્થાનના બુંદી, અલવર, દૌસા, કરૌલી, સવાઈ માધોપુર જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. સ્થાનિક વહીવટીતંત્રે ડ્રેનેજની સ્થિતિને યોગ્ય રાખવા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં દેખરેખ વધારવા સૂચનાઓ આપી છે. મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તરાખંડ અને હિમાચલમાં ભૂસ્ખલનની શક્યતા

આજે હિમાચલ અને ઉત્તરાખંડના પહાડી રાજ્યોમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે ઉના, હમીરપુર, કાંગડા, બિલાસપુરમાં ખૂબ જ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. શિમલા અને સોલનમાં પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તરાખંડના અલ્મોડા, નૈનીતાલ, પિથોરાગઢ અને બાગેશ્વરમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ભૂસ્ખલનનો પણ ભય છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત
સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત
Embed widget