હવામાન વિભાગની રવિવાર માટે મોટી આગાહી: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની તૂટી પડશે
Rain Forecast: મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કોંકણ-ગોવા, મહારાષ્ટ્ર, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દક્ષિણ પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, આસામ અને મેઘાલયમાં રેડ એલર્ટ; બિહાર-ઝારખંડમાં પણ ભારે વરસાદની આગાહી.

IMD rain alert: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આવતીકાલ, રવિવાર (22 જૂન) માટે દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જારી કરી છે. ખાસ કરીને, ગુજરાત સહિત 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે સ્થાનિક તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.
આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ, આવતીકાલે મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દક્ષિણ પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, આસામ અને મેઘાલય માં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ વિસ્તારોમાં જળભરાવ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને વાહનવ્યવહારને અસર થવાની શક્યતા છે.
અન્ય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
ઉપરોક્ત રાજ્યો ઉપરાંત, હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, બિહાર, ઝારખંડ અને ગંગા પશ્ચિમ બંગાળ માં પણ ભારે વરસાદની આગાહી જારી કરી છે. આ રાજ્યોમાં પણ લોકોને સાવચેત રહેવા અને હવામાન વિભાગ દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
ચોમાસાની આ ગતિવિધિને કારણે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે, પરંતુ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અને નદીઓમાં જળસ્તર વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા વિનંતી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં જળબંબાકાર: બનાસકાંઠા અને સાબરકાંઠા માટે રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે ઉત્તર ગુજરાત જળબંબાકાર થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુસાર, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ સ્થિતિ સર્જાઈ છે.
આ આગાહી મુજબ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે અત્યંત ભારે વરસાદનો સંકેત આપે છે. આ ઉપરાંત, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયામાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
આ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના ઘણા ભાગોમાં જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પણ જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
Before You Go
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત





















