શોધખોળ કરો
Advertisement
હિમાચલ હાઇકોર્ટનો કેંદ્ર સરકારને આદેશ, કહ્યું- 6 મહીનાની અંદર બનાવો ગૌ હત્યા રોકવાનો કાયદો
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવ્યા પછી હવે હાઈકોર્ટે કેંદ્ર સરકારને આદેશ કરીને કહ્યું છે કે ગૌહત્યા રોકવા માટે 6 મહિનાની અંદર એક કાયદો બનાવવામાં આવે. શુક્રવારે હાઈકોર્ટના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ રાજીવ શર્મા અને ન્યાયમૂર્તિ સુરેશ્વર ઠાકુરની બેંચે કેંદ્ર સરકારને આ આદેશ આપ્યો છે.
એના પહેલા ઓક્ટોબર 2014માં પણ હાઈકોર્ટની આ બેંચે હિમાચલમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કર્યો હતો. તેના સિવાય હાઈકોર્ટે રસ્તા પરથી બિનવારસી પશુઓ હટાવવા, તેમના માટે ગૌશાળા બનાવવા અને ઘાયલ પશુઓની સારવાર સહિત અન્ય ઘણા આદેશ આપ્યા હતા.
આ કેસમાં હાઈકોર્ટમાં સૂનવણી વખતે શુક્રવારે કેંદ્ર સરકારને પણ ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવા માટે 6 મહિનાની અંદર કડક કાયદો બનાવવાનો આદેશ જાહેર કર્યો છે. તે સિવાય ન્યાયમૂર્તિ રાજીવ શર્મા અને ન્યાયમૂર્તિ સુરેશ્વર ઠાકુરની બેંચે હિમાચલ સરકારને આદેશ કર્યો છે કે ત્રણ મહિનાની અંદર રાજ્ય કૃષિ આયોગની રચના કરે.
પોતાના વિસ્તૃત આદેશમાં કોર્ટે કહ્યું છે કે, રાજ્ય સરકાર વડાપ્રધાન ફસલ વીમા યોજના અને વડાપ્રધાન કૃષિ સિંચાઈ યોજના પ્રમાણે દરેક ખેતરમાં પાણી મળી રહે તેવા કેંદ્રીય યોજનાઓનું પાલન કરે, જેનાથી ખેતીની સાથે સાથે ખેડૂતોને પણ લાભ મળી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion