(Source: ECI/ABP News/ABP Majha)
NTPC Green Energy IPO: NTPC ગ્રીન એનર્જીની પ્રાઇસ બેન્ડ નક્કી, 19 નવેમ્બરથી ઓપન થશે IPO
NTPC Green Energy IPO: NTPC ગ્રીન એનર્જી લિમિટેડનો IPO આવતા અઠવાડિયે 19 નવેમ્બર 2024ના રોજ ઓપન થશે
NTPC Green Energy IPO Price Band: NTPC ગ્રીન એનર્જી લિમિટેડે (NTPC Green Energy Limited) તેના IPOની પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી છે. કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ 10 રૂપિયાની ફેસ વેલ્યુ પર શેર દીઠ 102-109 રૂપિયા નક્કી કરી છે. NTPC ગ્રીન એનર્જી લિમિટેડનો IPO આવતા અઠવાડિયે 19 નવેમ્બર 2024ના રોજ ઓપન થશે અને રોકાણકારો 22 નવેમ્બર સુધી IPO માટે અરજી કરી શકશે. કંપની આઈપીઓ દ્વારા બજારમાંથી 10000 કરોડ રૂપિયા એકત્ર કરવા જઈ રહી છે.
102-109 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ
NTPC ગ્રીન એનર્જીએ તેના IPOની પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી છે જે આવતા સપ્તાહથી ઓપન થવા જઈ રહ્યો છે. કંપની શેર દીઠ 102-109 રૂપિયાના પ્રાઇસ બેન્ડમાં નાણાં એકત્ર કરશે. NTPC ગ્રીન એનર્જી લિમિટેડના IPOમાં નવા શેર જાહેર કરવામાં આવશે અને કોઇ ઓફર ફોર સેલ હશે નહીં. એટલે કે પ્રમોટરો તેમનો હિસ્સો વેચશે નહીં. IPO 18 નવેમ્બરે એન્કર રોકાણકારો માટે ખુલશે જેમાં સંસ્થાકીય રોકાણકારો ભાગ લેશે. 200 કરોડના શેર કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. જ્યારે NTPCના શેરધારકો માટે 1000 કરોડ રૂપિયાના શેર રિટર્ન તરીકે રાખવામાં આવ્યા છે.
કર્મચારીઓને શેર દીઠ 5 રૂપિયા ડિસ્કાઉન્ટ
NTPC ગ્રીન એનર્જીના IPOમાં 138 શેરની લોટ સાઈઝ છે જેના માટે 14904 રૂપિયા ચૂકવવા પડશે. રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ અને વધુમાં વધુ 13 લોટ એટલે કે 1794 શેર માટે અરજી કરી શકે છે. 200 કરોડના શેર કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. અને કર્મચારીઓને પ્રતિ શેર 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. જ્યારે NTPCના શેરધારકો માટે 1000 કરોડ રૂપિયાના શેર રિટર્ન તરીકે રાખવામાં આવ્યા છે.
27 નવેમ્બર 2024ના રોજ લિસ્ટિંગ
25 નવેમ્બર 2024ના રોજ NPTC ગ્રીન એનર્જીના IPO બંધ થયા પછી બેસિસ ઓફ એલોટમેન્ટ નક્કી કરવામાં આવશે. અરજદારોને 26 નવેમ્બરે રિફંડ આપવામાં આવશે અને આ સફળ રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે. NPTC ગ્રીન એનર્જીનો IPO બુધવાર 27 નવેમ્બર 2024ના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. NTPC ગ્રીન એનર્જી IPOમાં જે 10,000 રૂપિયા કરોડ એકત્ર કરશે, તેમાંથી 7500 કરોડ રૂપિયા લોનની ચુકવણી તરફ જશે.
Jan Dhan Account: શું તમારી પાસે છે જન ધન એકાઉન્ટ? કેન્દ્ર સરકારે બેન્કોને શું આપ્યો આદેશ