દેશના આ મોટા રાજ્યમાં સરકારી નોકરીઓમાં અનામત પ્રથા સંપૂર્ણ નાબૂદ કરી દેવાઈ ? મોદીએ લીધો મોટો નિર્ણય ? જાણો હકીકત
પોસ્ટ 2018થી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં અનામત પ્રથા સંપૂર્ણ નાબૂદ કરી છે.
ઉત્તર પ્રદેશમાં કથિત રીતે અનામત પ્રથા સંપૂર્ણ નાબૂદ કરવાની પોસ્ટ વાયરલ થઈ રહી છે. આગામી થોડા સમયમાં જ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી થવાની છે ત્યારે આ પ્રકારની પોસ્ટ વાયરલ થઈ રહી છે.
પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં અનાતમ પ્રથા આગામી 25 વર્ષ સુધી સંપૂર્ણ નાબૂદ કરવામાં આવી છે.
આવી જ એક અન્ય પોસ્ટ 2018થી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં અનામત પ્રથા સંપૂર્ણ નાબૂદ કરી છે.
જોકે તપાસ કરતાં ખબર પડી કે આ તમામ દાવા ખોટા છે. ઉત્તર પ્રદેશ સરકાર અને ગુજરાત સરકારે અનામત હટાવાવના કોઈપણ આદેશ બહાર પાડ્યા નથી. ન તો ગુજરાત હાઈકોર્ટે અનામત હટાવવાના કોઈ આદેશ આપ્યા છે.
મોદી સરકાર ઓનલાઈન એજ્યુકેશન માટે 10 કરોડ પરિવારોને 3 મહિના સુધી મફતમાં ઈન્ટરનેટ આપશે? જાણો મોદી સરકારે શું કહ્યું?
આજના જમાનામાં સોશ્યલ મીડિયા (Social Media) માહિતીનુ એક મોટુ માધ્યમ બની ચૂક્યુ છે. પરંતુ આ માધ્યમની વિશ્વસનીયતામાં સતત કમી આવી રહી છે. આનુ કારણ છે ખોટી અને ભ્રામક જાણકારી. આવો જ એક મેસેજ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ મેસેજ (Viral SMS)માં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર 10 કરોડ યૂઝર્સને ફ્રી ઇન્ટરનેટ (Free internet plan) આપવા જઇ રહી છે.
દાવાની અસલિયત?
આ બાબત સરકાર તરફથી સ્થિતિ સ્પષ્ટ કરવામા આવી છે. PIB Fact Check ટીમ તરફથી સ્પષ્ટ રીતે કહેવામા આવ્યુ છે કે આ ફેક મેસેજ (Fake Message) એટલે કે સરકારની આવી કોઇ યોજના નથી કે તે ફ્રી ઇન્ટરનેટ (Free Internet Scheme) આપવા જઇ રહી છે.
#FraudAlert
— PIB Fact Check (@PIBFactCheck) April 5, 2021
एक #WhatsApp मैसेज में दावा किया जा रहा है कि भारत सरकार 3 महीने के लिए 100 मिलियन उपयोगकर्ताओं को मुफ्त इंटरनेट प्रदान कर रही है। #PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। भारत सरकार द्वारा ऐसी कोई घोषणा नहीं की गयी है। pic.twitter.com/31wQ96LSxA
સતર્ક રહો જુઠ્ઠાણાથી-
PIBએ ટ્વીટ કરીને લખ્યું- 'WhatsApp મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર 3 મહિના માટે 100 મિલિયન યૂઝર્સને મફત ઇન્ટરનેટ સુવિધા આપી રહી છે. PIB Fact Check: આ દાવો તથા લિંક નકલી છે. ભારત સરકાર દ્વારા આવી કોઇ જાહેરાત નથી કરવામાં આવી. આવી નકલી વેબસાઇટથી સાવધાન અને સતર્ક રહો.