શોધખોળ કરો
Advertisement
ઈનકમ ટેક્સ વિભાગના ભારત હોટલ્સ ગ્રુપ પર દરોડા, એક હજાર કરોડની બ્લેક મની મળી આવી
ટેક્સ ચોરીના એક મામલામાં ભારત હોટલ્સના ચેરપર્સન અને મેનેજિંગ ડાયરેક્ટર જ્યોત્સના સૂરી અને તેના સહયોગીના ઠેકાણા પર ઈનકમ ટેક્સ વિભાગે સોમવારે દરોડા પાડ્યા હતા.
નવી દિલ્હી: ઈનકમ ટેક્સ વિભાગે છેલ્લા એક અઠવાડિયાથી ભારત હોટલ્સ લિમિટેડ પર દરોડા પાડ્યા હતા. તે દરમિયા ન ઈનકમ ટેક્સ વિભાગે દાવો કર્યો છે કે આશરે 1000 કરોડ રૂપિયાની બ્લેક મની હોવાનું જાણવા મળ્યું છે. ટેક્સ ચોરીના એક મામલામાં ભારત હોટલ્સના ચેરપર્સન અને મેનેજિંગ ડાયરેક્ટર જ્યોત્સના સૂરી અને તેના સહયોગીના ઠેકાણા પર ઈનકમ ટેક્સ વિભાગે સોમવારે દરોડા પાડ્યા હતા.
આ સિવાય 35 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી પણ સામે આવી છે. ઈનકમ ટેક્સ વિભાગના સૂત્રો અનુસાર દરોડા દરમિયાન આ ગ્રુપમાંથી 23 કરોડ રૂપિયાની જ્વેલરી, 71 લાખ રૂપિયાની રોકડ રકમ અને લગભગ સવા કરોડ રૂપિયાની મોંધી ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે.
આ ગ્રુપમાં લંડન, દુબઈ અને અન્ય સ્થળે જમીન ખરીદી હોવાનું પણ જાણવા મળ્યું છે. ઈનકમ ટેક્સ વિભાગે દાવો કર્યો છે કે દિલ્હી એનસીઆર સિવાય આ ગ્રુપ પાસે દેશભરમાં હોટલોની એક લાંબી ચેન છે. ઈનકમ ટેક્સ વિભાગના સૂત્ર અનુસાર આ ગ્રુપ સામે બ્લેક મની એક્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement