Captain Yogendra Yadav: 15 ગોળીઓ વાગવા છતાં યોગેન્દ્ર યાદવે પાકિસ્તાની સૈનિકોને ઉડાવી દીધા, કારગિલ યુદ્ધમાં લહેરાવ્યો તિરંગો
કારગિલના યુદ્ધ દરમિયાન 5 જુલાઈ 1999ના દિવસે 18 ગ્રનેડિયર્સના 25 સૈનિક દુશ્મન પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યા હતા આ દરમિયાન પાકિસ્તાનીઓએ હુમલો કરી દીધો હતો.
Independence Day 2022: આઝાદીના 75 વર્ષનો ઉત્સવ મનાવી રહેલા આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે ઘણા બધા લડવૈયાઓ પોતાનું બલિદાન આપ્યું છે. આઝાદી મળ્યા બાદ પણ દેશની સુરક્ષા, એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે દેશના જવાનો દરેક મુસીબતનો સામને કરીને પોતાની માતૃભૂમિની રક્ષા કરી રહ્યા છે. દેશના આવા જ એક સપૂત કેપ્ટન યોગેન્દ્ર યાદવ વિશે આજે અમે તમને જણાવી રહ્યા છીએ.
તમામ 7 સાથી જવાનો શહિદ થયાઃ
કારગિલના યુદ્ધ દરમિયાન 5 જુલાઈ 1999ના દિવસે 18 ગ્રનેડિયર્સના 25 સૈનિક દુશ્મન પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યા હતા આ દરમિયાન પાકિસ્તાનીઓએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 25માંથી 18 જવાનો પાછળ હટી ગયા હતા જ્યારે 7 જવાનો બચ્યા હતા. આ 7 જવાનોમાં યોગેન્દ્ર યાદવ પણ હતા. ભારતના 7 જવાનો ઉપર પાકિસ્તાની સૈનિકોએ હુમલો કરી દીધો હતો જેમાં યોગેન્દ્ર યાદવ સિવાયના તમામ 7 ભારતીય જવાનો શહિદ થઈ ગયા હતા.
યોગેન્દ્ર યાદવને પણ 15 ગોળીઓ વાગીઃ
આ ગુમલામાં યોગેન્દ્ર યાદવને પણ 15 ગોળીઓ વાગી ચુકી હતી અને તેઓ મરણશૈયા પર આવી ગયા હતા પરંતુ તેમના શ્વાસ હજી ચાલુ હતા. પાકિસ્તાનીઓને લાગ્યું કે યોગેન્દ્ર યાદવ જીવીત નથી અને તેમણે યોગેન્દ્ર યાદવની ખિસ્સામાં રહેલો એક ગ્રેનેડ બોમ્બ તપાસ્યો નહી. આ દરમિયાન યોગેન્દ્ર યાદવે ગ્રેનેડ પોતાના ખિસ્સામાંથી કાઢીને પાકિસ્તાની સૈનિકો તરફ ફેંક્યો અને પાકિસ્તાની સૈનિકોના ફુરચા ઉડી ગયા. બાકી વધેલા પાકિસ્તાનીઓને યોગેન્દ્ર યાદવે રાઈફલથી ઉડાવી દીધા હતા.
15 ગોળીઓ વાગવાથી યોગેન્દ્ર યાદવના શરીરમાંથી ઘણું લોહી વહ્યું હતું પરંતુ તેઓ બચી ગયા હતા. થોડા મહિનાઓ પહેલાં જ સેના અધિકારી તરીકેના કાર્યકાળની સેવાઓ આપ્યા બાદ તેઓ રિટાર્ડ થયા હતા. કારગિલ યુદ્ધમાં પોતાના પરાક્રમ બદલ કેપ્ટન યોગેન્દ્ર યાદવને સર્વોચ્ચ સન્માન પરમવીર ચક્રથી નાવજવામાં આવ્યા હતા.