Independence Day 2024: આઝાદીની લડાઇ લડનારા આ વીરોના નામ ઇતિહાસના પાનામાં ક્યાંક છૂપાઇ ગયા
આ નાયકો સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનું બલિદાન આપીને ગુમનામ બની ગયા હતા
ભારતને બ્રિટિશ રાજથી આઝાદી મળ્યાને અનેક વર્ષો થઈ ગયા છે પરંતુ આજે પણ અંગ્રેજોના અત્યાચારની કહાણી સાંભળીને આત્મા કંપી ઉઠે છે. 200 વર્ષ સુધી ભારત પર શાસન કર્યા પછી અને તેના લોકોને ત્રાસ આપ્યા પછી આખરે 15 ઓગસ્ટ, 1947 ના રોજ એ દિવસ આવ્યો જ્યારે ભારતીયોએ આઝાદીનો સૂર્ય જોયો. પરંતુ આ આઝાદી મેળવવા માટે આ લડાઈમાં અનેક લોકોએ બલિદાન આપ્યું છે. કેટલાકના નામ તો આપણને દિલથી યાદ છે, પરંતુ કેટલાક બહાદુર લડવૈયાઓ એવા પણ હતા, જેમના બલિદાન વિશે બહુ ઓછા લોકો જાણે છે. જો તેઓ ન હોત તો કદાચ ભારત આજે જે છે તે ન હોત. તેથી આ લેખમાં આપણે ફક્ત તેમના જ વિશે વાત કરીશું જેઓ ઇતિહાસના પાનામા ક્યાંક ખોવાઈ ગયા છે.
આ નાયકો સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનું બલિદાન આપીને ગુમનામ બની ગયા હતા
તિલકા માંઝી (1750-1758)
તિલકા માંઝી ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સંથાલ સમુદાયના પ્રથમ આદિવાસી નેતા હતા. તેમણે આદિવાસીઓને સશસ્ત્ર જૂથ બનાવવા માટે સંગઠિત કરવાનું કામ કર્યું. બાદમાં આ સંગઠને સાથે મળીને અંગ્રેજોના શોષણ સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, વર્ષ 1784માં અંગ્રેજોએ તેમને પકડી લીધા ત્યારબાદ તેમને ઘોડાની પૂંછડી સાથે બાંધીને ભાગલપુરમાં કલેક્ટરના નિવાસસ્થાને ખેંચી લાવ્યા હતા. અહીં તેમને વડના ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા હતા.
ગંગુ મહેતર (1859માં મૃત્યુ)
ગંગુ મહેતર જે ગંગુ બાબા તરીકે જાણીતા છે. તેઓ પણ એક ભારતીય ક્રાંતિકારી હતા જેમણે 1857ના બળવા દરમિયાન લગભગ 150 બ્રિટિશ સૈનિકોને એકલા હાથે મારી નાખ્યા હતા. જોકે, 1878માં બ્રિટિશ સૈનિકો તેમને ઘોડા સાથે બાંધી ઢસડીને કાનપુર લઈ ગયા હતા. આ પછી તેમને ચુનીગંજમાં ફાંસી આપવામાં આવી હતી.
તાત્યા ટોપે (1814-1859)
તાત્યા ટોપેનું સાચું નામ રામચંદ્ર પાંડુરંગ ટોપે હતું અને તેઓ સ્વાતંત્ર્ય સંગ્રામનો મહત્વનો હિસ્સો રહ્યા છે. તેમણે બ્રિટિશ રાજ સામે લગભગ 150 યુદ્ધો લડ્યા હતા. એટલું જ નહીં, તેમણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પણ મદદ કરી, જેના કારણે તેઓ ગ્વાલિયર શહેર પર અંગ્રેજોના કબજાને રોકવામાં સફળ રહ્યા. અંતે 18 એપ્રિલ 1859ના રોજ બ્રિટિશ સરકાર દ્વારા શિવપુરીમાં તેમને ફાંસી આપવામાં આવી હતી.
ચાફેકર ભાઈઓ (1869-1898)
ચાફેકર ભાઈઓ ભારતની આઝાદી માટે લડતા ત્રણ બહાદુર ભાઈઓ હતા, જેમણે પૂણેના બ્રિટિશ પ્લેગ કમિશનર ડબલ્યુસી રેન્ડની હત્યા કરી હતી. આ છે દામોદર હરિ ચાફેકર, બાલકૃષ્ણ હરિ ચાફેકર અને વાસુદેવ હરિ ચાફેકર. પુણેના ચિંચવડ ગામમાં પ્રખ્યાત કીર્તન કલાકાર હરિપંત ચાફેકરને ત્યાં જન્મેલા ચાફેકર ભાઈઓએ લોકમાન્ય તિલકની પ્રેરણાથી તેમના મિત્રો સાથે મળીને 1894માં હિન્દુ ધર્મ રક્ષિણી સભાની સ્થાપના કરી હતી. જો કે, બાદમાં તેમના પર કમિશનરની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને દોષી સાબિત થયા બાદ તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે.
કુંવર સિંહ (1777-1858)
1857ના ભારતીય બળવા દરમિયાન કુંવર સિંહ લશ્કરી કમાન્ડર હતા. પરંતુ પોતાના દેશની માટીનું ઋણ ચૂકવવા માટે તેઓ બિહારમાં બ્રિટિશ સરકાર સામેની લડાઈના મુખ્ય લડવૈયા બન્યા હતા
વાસુદેવ બળવંત ફડકે (1845-1883)
વાસુદેવ બળવંત ફડકેએ 1875માં બ્રિટિશ શાસન વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. એટલું જ નહીં, આ જૂથે ધનાઢ્ય યુરોપીયન વેપારીઓ પર દરોડા પાડ્યા હતા જેથી તેમના આંદોલનને આગળ વધારવા માટે ભંડોળ એકત્ર કરી શકાય.
તિરોટ સિંહ (1802-1835)
તિરોત સિંહ પણ તે નામોમાંથી એક છે જેમના વિના આઝાદીની વાર્તા અધૂરી છે. તેઓ બ્રિટિશ સામ્રાજ્ય સામે લડ્યા જે ખાસી હિલ્સ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે, પકડાયા પછી તેમને ઢાકા જેલમાં મોકલી દેવામાં આવ્યા જ્યાં 1835માં તેમનું મૃત્યુ થયું.
મંગલ પાંડે (827-1857)
મંગલ પાંડેનું નામ આજે બધા જાણે છે પરંતુ એક સમય હતો જ્યારે મોટાભાગના લોકો તેનાથી અજાણ હતા. તેઓ બંગાળ આર્મીમાં સૈનિક હતા અને તેમણે 1857માં ભારતીય સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, તેમના ઉપરી અધિકારીઓ સામે સૈનિકોને ઉશ્કેરવા બદલ તેમને તે જ વર્ષે ફાંસી આપવામાં આવી હતી.