શોધખોળ કરો
Advertisement
પંજાબના આદમપુરમાં એરફોર્સનું ફાઇટર પ્લેન ક્રેશ, દૂર્ઘટનામાં પાયલટ સુરક્ષિત
દૂર્ઘટનાની જાણકારી મળ્યા બાદ આજુબાજુના લોકો મોટી સંખ્યામાં દૂર્ઘટનાસ્થળે પર એકઠા થઇ ગયા હતા, જોકે, હજુ પણ દૂર્ઘટનાની માહિતી પુરેપુરી નથી મળી. સ્પેશ્યાલિસ્ટની ટીમ પહોંચ્યા બાદ જ તમામ માહિતી વિસ્તારથી પ્રાપ્ત થઇ શકશે
નવી દિલ્હીઃ પંજાબના આદમપુરમાં ભારતીય વાયુસેનાનું એક ફાઇટર પ્લેન ક્રેશ થઇ ગયુ છે, દૂર્ઘટનામાં ફાઇટર પ્લેનનો પાયલટ સુરક્ષિત છે. ફાઇટર પ્લેને જાલંધર એરબેઝમાંથી ઉડાન ભરી હતી. આ પ્લેન જ્યાં ક્રેશ થયુ ત્યાં ખાલી ખેતરો હતા, અને રિપોર્ટ પ્રમાણે આ કારણે વધારે નુકશાન નથી થયુ. જોકે લડાકુ વિમાનમાં ક્રેશ બાદ આગ લાગી ગઇ હતી અને ધૂમાડાની લપેટો દુર દુર સુધી જોવા મળી હતી.
ઇન્ડિયન એરફોર્સના અધિકારીઓ અનુસાર, એક મિગ-29 ફાઇટર પ્લેન પંજાબના હોશિયારપુર જિલ્લાની પાસે ક્રેશ થઇ ગયુ, પાયલટે કુદીને પોતાનો જીવ બચાવી લીધો હતો. ફાઇટર પ્લેને જાલંધર જે એરબેઝ પરથી ઉડાન ભરી હતી, ત્યાં મિગ-29 સહિત અન્ય ફાઇટર પ્લેન પણ હોય છે, તેમની પણ ઉડાન ત્યાંથી જ ભરવામાં આવે છે. જે ફાઇટર પ્લેન ક્રેશ થયુ તે મિગ-29 હતુ.
દૂર્ઘટનાની જાણકારી મળ્યા બાદ આજુબાજુના લોકો મોટી સંખ્યામાં દૂર્ઘટનાસ્થળે પર એકઠા થઇ ગયા હતા, જોકે, હજુ પણ દૂર્ઘટનાની માહિતી પુરેપુરી નથી મળી. સ્પેશ્યાલિસ્ટની ટીમ પહોંચ્યા બાદ જ તમામ માહિતી વિસ્તારથી પ્રાપ્ત થઇ શકશે.
ખેતરમાં ફાઇટર પ્લેન નીચે પડ્યા બાદ આગ લાગી ગઇ અને આ કારણે વિસ્તારમાં દોડધામ થઇ ગઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion