શું 2થી18 વયના લોકો માટે પણ આવી જશે વેક્સિન, ભારત બાયોટેક કંપનીની શું છે તૈયારી, ટ્રાયલ માટે માંગી મંજૂરી
કોરોનાની આ જંગમાં હવે એક એકસ્પર્ટ સમિતિએ 2 વર્ષની ઉંમરના બાળકોથી 18 વર્ષની વય ધરાવતા લોકો માટે બાયોટેકની કોવિડ-19 રસી કોવેક્સિનની ટ્રાયલ બીજા અને ત્રીજા તબક્કામાં કરવાની ભલામણ કરી છે.
coronavirus:કોરોનાની આ જંગમાં હવે એક એકસ્પર્ટ સમિતિએ 2 વર્ષની ઉંમરના બાળકોથી 18 વર્ષની વય ધરાવતા લોકો માટે બાયોટેકની કોવિડ-19 રસી કોવેક્સિનની ટ્રાયલ બીજા અને ત્રીજા તબક્કામાં કરવાની ભલામણ કરી છે.
દેશમાં કોરોનાની સામેની આ જંગમાં હવે બાળકો માટે પણ વેક્સિન ઝડપથી આવી જાય તેવા સંકેત મળી રહ્યાં છે. એકસ્પર્ટ સમિતિએ કોવેક્સિનની બાળક પર ટ્રાયલ માટે ભલામણ કરી છે.
અધિકારી સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આ ટ્રાયલ એમ્સની દિલ્લી અને પટણાની મેડિટ્રિના મેડિકલ સાયન્સ ઇન્સ્ટીટ્યૂટ સહિત અન્ય જગ્યાએ પણ થઇ શકે છે. કેન્દ્રીય ઓષધ માનક નિયંત્રણ સંગઠનની કોવિડ વિષય વિશેષજ્ઞની સમિતિ આ આવેદન પર વિચાર કરી રહી છે. જેમાં 2 વર્ષથી 18 સુધીની વયના લોકો પર વેક્સિનની ટ્રાયલ માટે મંજૂરી મંગાઇ છે. ત્રીજી લહેરમાં બાળકોને વધુ ખતરો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જેથી બાળકો પર ટ્રાયલની મંજૂરી માટે આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
ભારતમાં બાયોટેક કંપનીની વેક્સિન કોવેક્સિનની સપ્લાય દેશના અનેક રાજ્યોમાં શરૂ થઇ ગઇ છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ કંપનીના આ આવેદન પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કંપનીએ કોવેક્સિનને દેશના રાજ્યોમાં પહોંચાડવાની શરૂ કરી દીધી છે. આ વાતની માહિતી કંપનીએ ટવિટ કરીને આપી છે. આંધ્રપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, દિલ્લી, જમ્મુ સહિત અન્ય કેટલાક રાજ્યોમાં તેની સપ્લાય શરૂ થઇ ગઇ છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં સંક્રમણના 3 લાખ 29 હજાક 942 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 24 કલાકમાં 3876 દર્દીના કોરોનાથી મોત થયા છે. આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધીમાં 2 લાખ 49 હજાર 992 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં. તો છેલ્લા 24 કલાકમાં 3 લાખ 56 હજાર 082 દર્દીઓએ કોરોનાને માત આપી. અત્યાર સુધીમાં દેશમાં કુલ 1 કરોડ 90 લાખ 304 દર્દી સ્વસ્થ થઇ ચૂક્યાં છે