શોધખોળ કરો

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનો અંત આવશે! બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ મુદ્દે થઈ મહત્વપૂર્ણ સમજૂતી

ભારત અને ચીન વચ્ચે LAC ને લઈને ચાલી રહેલા વિવાદના મામલે મોટું પગલું લેવામાં આવ્યું છે. બંને દેશો વચ્ચે એક કરાર થયો છે.

India China Relations: ભારત અને ચીન વચ્ચે LAC ને લઈને ચાલી રહેલા વિવાદના મામલે મોટું પગલું લેવામાં આવ્યું છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જાહેરાત કરી કે ભારત અને ચીન બંને દેશોના અધિકારીઓ વચ્ચે તાજેતરમાં થયેલી વાતચીત બાદ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ વ્યવસ્થા પર એક સમજૂતી પર પહોંચ્યા છે. LAC પર પેટ્રોલિંગની સમજૂતી અંગે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું, "છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં થયેલી ચર્ચાઓના પરિણામે ભારત ચીન સરહદ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ વ્યવસ્થા પર સહમતિ બની છે અને આનાથી 2020માં આ વિસ્તારોમાં ઉદ્ભવેલા મુદ્દાઓનું સમાધાન થઈ રહ્યું છે." તેમણે કહ્યું, "અમે ચીન સાથે ચર્ચા કરાઈ રહેલા મુદ્દાઓ પર એક સમજૂતી પર પહોંચ્યા છીએ." આ ઘટનાક્રમથી સરહદ પર આખરે સૈનિકોના પીછેહઠની આશા છે.

2020થી ભારત ચીન વચ્ચે તણાવપૂર્ણ સંબંધો

વિદેશ સચિવે કહ્યું કે સરહદ પર બાકી રહેલા મુદ્દાઓને સુલઝાવવા માટે ભારતીય અને ચીની વાર્તાકારો છેલ્લા કેટલાક અઠવાડિયાથી સંપર્કમાં છે. કહેવાય છે કે આ સમજૂતી ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાં પેટ્રોલિંગ વ્યવસ્થા સાથે સંબંધિત છે. પૂર્વી લદાખ સરહદ પર 2020માં થયેલી અથડામણ બાદથી બંને પડોશીઓ વચ્ચે સંબંધો તણાવપૂર્ણ છે, જેના પરિણામે 20 ભારતીય સૈનિકો શહીદ થયા અને અજ્ઞાત સંખ્યામાં ચીની સૈનિકો પણ માર્યા ગયા.

PM મોદીની કઝાન મુલાકાત પહેલા કેમ માનવામાં આવી રહ્યું છે આ મહત્વપૂર્ણ પગલું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા રશિયાના કઝાન જઈ રહ્યા છે. તેમની નિર્ધારિત મુલાકાતના એક દિવસ પહેલા આ પગલાને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે અટકળો લગાવવામાં આવી રહી છે કે PM મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ શિખર સંમેલન દરમિયાન દ્વિપક્ષીય બેઠક કરી શકે છે. જોકે આની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

પ્રથમ દિવસે બ્રિક્સ નેતાઓ માટે રાત્રિભોજનનું આયોજન કરવામાં આવશે. 23 ઓક્ટોબરે બે મુખ્ય સત્રો થશે. સવારના સત્ર પછી, સમિટના મુખ્ય વિષય પર બપોરે ખુલ્લું સત્ર થશે. આ સત્રમાં BRICS નેતાઓ પણ કાઝાન ઘોષણા સ્વીકારે તેવી અપેક્ષા છે. આ ઘોષણા બ્રિક્સ માટે આગળનો માર્ગ તૈયાર કરશે. BRICS સમિટ 24 ઓક્ટોબરે પૂર્ણ થશે. જોકે, વડાપ્રધાન મોદી ઘરેલુ પ્રતિબદ્ધતાઓને કારણે 23 ઓક્ટોબરે નવી દિલ્હી પરત ફરશે. બ્રિક્સ સમિટની બાજુમાં, વડા પ્રધાન કેટલીક દ્વિપક્ષીય બેઠકો યોજે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચોઃ

ઉદ્ધવ ઠાકરેનો પ્લાન B તૈયાર? કોંગ્રેસના દાવાઓથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
Unseasonal rain: પાછોતરા વરસાદથી રાજકોટના ખેડૂતો થયા બરબાદ, સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ
પાછોતરા વરસાદથી રાજકોટના ખેડૂતો થયા બરબાદ
Aadhaar update: આધાર કાર્ડ અપડેટ કરવું થયું વધુ સરળ, સરકારે આ સ્થળોએ પણ શરૂ કરી સુવિધા
Aadhaar update: આધાર કાર્ડ અપડેટ કરવું થયું વધુ સરળ, સરકારે આ સ્થળોએ પણ શરૂ કરી સુવિધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

How To Check Obesity : તમે તો નથી ને મેદસ્વીતાનો શિકાર? | હાઈટ પ્રમાણે તમારું કેટલું હોવું જોઇએ વજન?Rajkot Student Suicide Case | રાજકોટમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં 3 શિક્ષકો સામે અંતે ફરિયાદ દાખલSurat Rain : સુરતમાં સવારે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, જુઓ અહેવાલHarsh Sanghavi : સુરતમાંથી પકડાયેલા 2 કરોડના ડ્રગ્સ મુદ્દે સંઘવીની પ્રતિક્રિયા, 'ગુજરાત પોલીસનો ડ્રગ્સ સામે જંગ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
Unseasonal rain: પાછોતરા વરસાદથી રાજકોટના ખેડૂતો થયા બરબાદ, સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ
પાછોતરા વરસાદથી રાજકોટના ખેડૂતો થયા બરબાદ
Aadhaar update: આધાર કાર્ડ અપડેટ કરવું થયું વધુ સરળ, સરકારે આ સ્થળોએ પણ શરૂ કરી સુવિધા
Aadhaar update: આધાર કાર્ડ અપડેટ કરવું થયું વધુ સરળ, સરકારે આ સ્થળોએ પણ શરૂ કરી સુવિધા
ભાજપ વિરોધી હોવું ગુનો છે? હવે અમે મત તેને આપીશું જે..., અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું મહારાષ્ટ્રમાં કોની સાથે છે
ભાજપ વિરોધી હોવું ગુનો છે? હવે અમે મત તેને આપીશું જે..., અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું મહારાષ્ટ્રમાં કોની સાથે છે
મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોને 500000 કરોડનું નુકસાન થયું
મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોને 500000 કરોડનું નુકસાન થયું
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનો અંત આવશે! બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ મુદ્દે થઈ મહત્વપૂર્ણ સમજૂતી
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનો અંત આવશે! બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ મુદ્દે થઈ મહત્વપૂર્ણ સમજૂતી
મોટરસાઇકલને ટ્રેન દ્વારા બીજા શહેરમાં મોકલતા હોય તો આ નિયમ જાણો, કોઈ દલાલ તમને છેતરી શકશે નહીં
મોટરસાઇકલને ટ્રેન દ્વારા બીજા શહેરમાં મોકલતા હોય તો આ નિયમ જાણો, કોઈ દલાલ તમને છેતરી શકશે નહીં
Embed widget