શોધખોળ કરો
Advertisement
સરહદ વિવાદઃ ભારતની સાથે થયેલ અથડામણને લઈને ચીને શું કહ્યું? જાણો વિગતે
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિનજિયાને સરહદ પર ભારતીય સૈનિકોની શહીદ થવાના અહેવ વિશે પૂછવા પર બીજિંગમાં કહ્યું કે, તમને જે જણાવી રહ્યા છે તેના વિશે મને કોઈ જાણકારી નથી.
નવી દિલ્હીઃ પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં સોમવારે ચીનની સાથે થયેલ અથડામણાં ભારતના 20 જવાન શહીદ થયા છે. 45 વર્ષમાં આવું પ્રથમ વખત થયું જ્યારે ભારત ચીન વચ્ચે અથડામણમાં કોઈ જવાનનું લોહી વહ્યું હોય. ચીનની સરકારની મીડિયાએ ચીનની સેનાને ટાંકીને દાવો કર્યો છે કે ગલવાન ખીણ વિસ્તાર હંમેશા તેમનો રહ્યો છે અને આરોપ લગાવ્યો કે ભારતીય સૈનિકોએ જાણીજોઈને ભડકાવવા માટે હુમલા કર્યા, જેના કરાણે ગંભીર અથડામણ થઈ અને જવાનોના મોત થયા.
ચીનને શું આરોપ લગાવ્યો છે?
ચીને આરોપ લગાવ્યો છે કે, ભારતીય સૈનિકોએ 15 જૂનના રોજ બે વખત ગેરકાયદેસર ગતિવિધિઓ માટે બોર્ડર ક્રોસ કરી અને ચીનના કર્મીઓને ભડકાવ્યા અને તેમના પર હુમલો કર્યો જેના કારણે બન્ને પક્ષોની વચ્ચે ગંભીર મારપીટ થઈ. સાથે જ તેમણે ભારતીય સેનાના એ નિવેદનનો પણ વિરોધ કર્યો કે ગલવાન ખીણમાં તણાવ ઓછો કરવાની પ્રક્રિયા દરમિયાન સૈનિકોની વચ્ચે હિંસક અથડામણ થઈ.
ભારતીય સૈનિકોએ ગેરકાયદેસર ગતિવિધિઓ માટે બે વખત બોર્ડર ક્રોસ કરી- ચીન
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિનજિયાને સરહદ પર ભારતીય સૈનિકોની શહીદ થવાના અહેવ વિશે પૂછવા પર બીજિંગમાં કહ્યું કે, તમને જે જણાવી રહ્યા છે તેના વિશે મને કોઈ જાણકારી નથી. ઝાઓએ કહ્યું કે, અમારા સૈનિકોની ઉચ્ચસ્તરીય બેઠક થઈ હતી અને સરદ પર સ્થિતિને સામાન્ય બનાવવા વિશે મહત્ત્વપૂર્ણ સમહતી બની હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે 15 જૂનના રોજ ભારતીય સૈનિકો અમારી સહમતિનું ગંભીર રીતે ઉલ્લંઘન કર્યું અને ગેરકાયેદસર ગતિવિધિઓ માટે બે વખત બોર્ડર ક્રોસ કરી.
પ્રવક્તાએ કહ્યું કે, અમે એક વખત ફરી ભારતીય પક્ષને કહેવા માગીએ છીએ કે સહમતિનું પાલન કરો. ભારત પોતાની સેનાને કન્ટ્રોલમાં રાખે. પોતાના સૈનિકો પર કડકાઈથી નિયંત્રણ રાખે અને બોર્ડર ક્રોસ ન કરે, સમસ્યા ઉભી ન કરે અને એકતરફી પગલા ન લે, જેથી કેસ જટિલ બની જાય. ઝાઓએ કહ્યું કે, બન્ને પક્ષ વાર્તા અને વિચાર વિમર્શના માધ્યમથી મુદ્દાનું સમાદાન, સ્થિતિને સામાન્ય બનાવાવનો પ્રયત્ન કરવા સહમત થયા અને બોર્ડર એરિયામાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે સહમત થયા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion