India Corona Cases: દેશમાં કોરોનાની ગતિ પડી રહી છે ધીમી, જાણો છેલ્લા 24 કલાકની શું છે સ્થિતિ
India Corona Cases: ભારતમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો થયો છે. હાલ 50 હજારથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે.
India Corona Cases: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે હોય તેમ દૈનિક કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 27409 નવા કોરોના કેસ અને 347 લોકોના મૃત્યુ થયા છે. 82,817 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
- એક્ટિવ કેસઃ 4,23,127
- કુલ ડિસ્ચાર્જઃ 4,17,60,458
- કુલ મૃત્યુઃ 5,09,358
- કુલ રસીકરણઃ 173,42,62,440 (જેમાંથી 44,68,365 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા)
ગઈકાલે કેટલા ટેસ્ટ કરાયા
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,29,536 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
India reports 27,409 fresh COVID cases, 82,817 recoveries, and 347 deaths in the last 24 hours
— ANI (@ANI) February 15, 2022
Active case: 4,23,127
Daily positivity rate: 2.23%
Total recoveries: 4,17,60,458
Total vaccination: 173.42 crore doses pic.twitter.com/AozwABoBC5
ગુજરાતમાં શું છે સ્થિતિ
ગુજરાતમાં ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1040 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 12667 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 84 લોકો વેન્ટીલેટર પર છે. 12583 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1192841 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10822 લોકોના મોત થયા છે. રાજ્યમાં ગઈકાલેસં ક્રમણથી 14 લોકોના મોત થયા છે. કોરોનાનો કોરોનાનો રિકવરી રેટ પણ 98.07 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 14 મોત થયા. ગઈકાલે 1,58,738 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.