India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2503 કેસ, 27 સંક્રમિતોના મોત
India Covid-19 Update: દેશમાં કોરોનાના ઘટતાં કેસ વચ્ચે નિષ્ણાતોએ કહ્યું કે કોરોનાનું જોખમ હજુ પણ ટળ્યું નથી. કોરોનાનો નવો વેરિઅન્ટ સામે આવે તેવી આશંકા છે.
India Corona Cases: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે છે. દૈનિક કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી પાંચ હજાર કરતાં પણ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે દેશમાં 3116 કેસ નોંધાયા હતા અને 16 સંક્રમિતોના મોત થયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 2503 નવા કેસ નોંંધાયા છે અને 27 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 4377 સંક્રમિતોએ કોરોનાને મ્હાત આપી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.47 ટકા છે.
- એક્ટિવ કેસઃ 36,168
- કુલ ડિસ્ચાર્જઃ 4,24,41,449
- કુલ મૃત્યુઆંકઃ 5,15,877
- કુલ રસીકરણઃ 1,79,91,57,486
India reports 2,503 fresh #COVID19 cases & 4,377 recoveries and 27 deaths in the last 24 hours.
— ANI (@ANI) March 14, 2022
Active case: 36,168 (0.08%)
Daily positivity rate: 0.47%
Total recoveries: 4,24,41,449
Death toll: 5,15,877
Total vaccination: 1,79,91,57,486 pic.twitter.com/7iuQySgYIG
કોરોનાનો આવશે નવો વેરિઅન્ટ
દેશમાં કોરોનાના ઘટતાં કેસ વચ્ચે નિષ્ણાતોએ કહ્યું કે કોરોનાનું જોખમ હજુ પણ ટળ્યું નથી. કોરોનાનો નવો વેરિઅન્ટ સામે આવે તેવી આશંકા છે. દેશભરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાથી મોટાભાગના રાજ્યોએ કોરોના સંબંધિત પ્રતિબંધો હટાવી લીધા છે અને જનજીવનની બધી જ પ્રવૃત્તિઓ સામાન્ય થઈ ગઈ છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આપણે હજુ પણ સાવધાની રાખવાની જરૂર છે. ટાટા ઈન્સ્ટિટયૂટ ફોર જિનેટિક્સ એન્ડ સોસાયટીના નિર્દેશક રાકેશ મિશ્રાએ કહ્યું કે હજુ કોરોના મહામારી અંતિમ તબક્કામાં પહોંચી નથી. દેશમાં ભવિષ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ સામે આવી શકે છે. કોરોના મહામારી ખતમ થઈ છે કે નહીં તેનો આધાર નવો કોઈ વેરિઅન્ટ સામે આવે છે કે નહીં તેના પર છે તેમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચોઃ
ESIC Recruitment: લાખોમાં મેળવવા માંગો છો પગાર તો આજે જ કરો અહીં અરજી, વારંવાર નથી આવતો આવો મોકો
Russia Ukraine War: રશિયાએ યુક્રેનમાં 7 હોસ્પિટલ કરી તબાહ, 104ને પહોંચાડ્યું નુકસાન