શોધખોળ કરો

India Corona Cases Today: દેશમાં ફરી વધ્યા કોરોના કેસ, એક્ટિવ કેસં 15 હજાર નજીક પહોંચ્યા, જાણો આજનો આંકડો

India Covid-19 Update: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 14,917 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,507પર પહોંચ્યો છે.

Coronavirus Cases Today in India: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો હતો પરંતુ ફરી પાછો વધારો થયો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 2124 નવા કેસ નોંધાયા છે અને 17 સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે 1675 નવા કેસ અને 31 સંક્રમિતોના મોત થયા હતા.  સોમવારે 2022 નવા કેસ નોંધાયા અને 46 સંક્રમિતોના મોત થયા હતા.  રવિવારે 2,226 નવા કેસ અને 65 લોકના મોત થયા છે.   શનિવારે  2,323 નવા કેસ અને 25 સંક્રમિતોના મોત થયા હતા.  

એક્ટિવ કેસ કેટલા છે ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 14,917 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,507પર પહોંચ્યો છે. દેશમાં 4,26,02714 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 192,67,44,769 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 13,27,544 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

India Corona Cases Today:  દેશમાં ફરી વધ્યા કોરોના કેસ, એક્ટિવ કેસં 15 હજાર નજીક પહોંચ્યા, જાણો આજનો આંકડો

ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? જાણો દેશના જાણીતા વાઈરોલોજિસ્ટે શું કરી ભવિષ્યવાણી

દેશના જાણીતા વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને તાજેતરમાં કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. માર્ચ અને એપ્રિલ દરમિયાન દેશમાં કોરોના કેસની સંખ્યા ઓછી અને પ્રમાણમાં સ્થિર રહી.

રસીકરણ પર મૂક્યો ભાર

ડૉ. જ્હોને કહ્યું કે જો ચોથી લહેર આવશે તો તે મારા માટે આશ્ચર્યજનક હશે. તેથી હું તેના વિશે કંઈપણ અનુમાન કરી શકતો નથી. ચોથી લહેરની શક્યતા ઘણી ઓછી છે. કોરોના લહેરની ખરાબ અસરો સામે આપણો શ્રેષ્ઠ બચાવ રસીકરણ છે. સંપૂર્ણ રસીકરણનો અર્થ છે બે ડોઝ અને ઓછામાં ઓછા 6 મહિના પછી પ્રિકોશન ડોઝ લેવો. તેમણે એમ પણ કહ્યું કે સંપૂર્ણ રસીકરણ તરીકે બે ડોઝનું સત્તાવાર સંસ્કરણ અવૈજ્ઞાનિક છે.

કોરોના વાયરસથી બચવા માસ્કનો ઉપયોગ કરો

કોરોનાના કેસોને રોકવા અને ટાળવા માટે બીજું શું કરવું જોઈએ તેના પર વાઈરોલોજિસ્ટે કહ્યું કે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું વધતા જતા કેસ વચ્ચે શાળાઓ બંધ કરવી જોઈએ, ત્યારે ડો જ્હોને કહ્યું કે શાળાઓ બિલકુલ બંધ કરવી જોઈએ નહીં. શાળાઓ ખુલ્લી રાખવી જોઈએ.

દેશમાં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ છે કે કેમ તેના પર વાઈરોલોજિસ્ટે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યાં જ્યાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે ત્યાં કેસમાં પણ ઘટાડો થયો છે. કોરોનાના કેસમાં વધારો જરાય ટકી રહ્યો નથી. તેથી મને નથી લાગતું કે કોઈ નવા પ્રકાર સામેલ છે. જો કે, વેરિયન્ટ સ્ક્રીનીંગ ચાલુ રાખવું જોઈએ, જેથી કરીને કોરોના વાયરસ આપણને ફરીથી આશ્ચર્યમાં ન નાખે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરીHun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
Embed widget