(Source: ECI/ABP News/ABP Majha)
India Corona Cases Today: દેશમાં ચોથી લહેરના ભણકારા, આજે નોંધાયા જૂન મહિનાના સૌથી વધુ કેસ
India Covid-19 Update: ભારત માટે ચિતાનજક સમાચાર છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ વધીને 25 હજારને પાર થયા છે.
Coronavirus Cases Today in India: ભારતમાં કોરોના કેસમાં ફરી વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 4518 નવા કેસ 9 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસ 25 હજારને પાર થયા છે.
એક્ટિવ કેસ કેટલા છે ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 25,782 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,701 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,30,852 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 194,12,87,000 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 2,57,187 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
છેલ્લા 5 દિવસમાં નોંધાયેલા કેસ
- 5 જૂન રવિવારે 4270 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત
- 4 જૂન શનિવારે 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા હતા.
- 3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા
- 2 જૂન ગુરુવારે 3712 નવા કેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.
- 1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા હતા.
#COVID19 | India reports 4,518 fresh cases, 2,779 recoveries, and 9 deaths in the last 24 hours.
— ANI (@ANI) June 6, 2022
Total active cases are 25,782. pic.twitter.com/gszbp2e0fS
- ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશની સાથે રાજ્યમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં ફરી ફફડાટ શરૂ થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા છે. જે રાજ્યમાં 90 દિવસ બાદ નોંધાયેલા સૌથી વધુ કેસ છે. છેલ્લા પાંચ દિવસમાં રાજ્યમાં 260 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે. વડોદરામાં 11, રાજકોટમાં 4, સુરત-કચ્છ-મહેસાણામાં 2-2 તથા ભાવનગર, ગાંધીનગર, મોરબી, નવસારી, સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા છે. જે રાજ્યમાં 7 માર્ચ બાદ નોંધાયેલા સૌથી વધુ કેસ છે. હાલ રાજ્યમાં 340 એક્ટિવ કેસ છે. 9 માર્ચ બાદ રાજ્યમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો આંકડો 200ને પાર થયો છે. છેલ્લા છ દિવસમાં એક્ટિવ કેસમાં 50 ટકા વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 દર્દી સાજા થયા છે અને રિકવરી રેટ 99.08 ટકા છે. રવિવારે 55,714 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.