India Corona Cases Today: ભારતમાં કોરોના બેકાબૂ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા
India Covid-19 Update: દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.
![India Corona Cases Today: ભારતમાં કોરોના બેકાબૂ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા India Corona cases: Know how many new covid19 cases registered in India in last 24 hours India Corona Cases Today: ભારતમાં કોરોના બેકાબૂ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/11/aa073275b9c916d824103859df1daf06_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,68,063 નવા કેસ નોંધાયા છે અને 277 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 69957 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 8,21,446 પર પહોંચી છે. દેશમાં ગઈકાલની તુલનાએ આજે 6.5 ટકા ઓછા કેસ નોંધાયા છે. ગઈકાલે 1.79 લાખ કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના કુલ 4461 કેસ થયા છે.
- એક્ટિવ કેસઃ 8,21,446
- કુલ ડિસ્ચાર્જઃ 34570131
- કુલ મૃત્યુઆંકઃ484213
- કુલ રસીકરણઃ 1,52,89,70,294
કેટલું ટેસ્ટિંગ થયું
દેશમાં અત્યાર સુધીમાં 69.31,55,280 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 10 જાન્યુઆરીએ 15,79.928 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
આ ટોચના નેતાઓ થયા સંક્રમિત
દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. દરમિયાન ગઈકાલે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કર્ણાટકના મુખ્યમંત્રી સહિત એક કેન્દ્રીય નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગઈકાલે કેટલા કેસ નોંધાયા હતા
સોમવારે કોરોના વાયરસના 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા હતા જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
મુંબઈ પોલીસમાં કોરોનાનો કહેર
મુંબઈમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. મુંબઈમાં છેલ્લા 48 કલાકમાં 2 પોલીસ કર્મચારીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. મુંબઈના નાગપદમાં મોટર વાહન વિભાગના સબ ઈન્સ્પેક્ટરે કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. આ સબ ઈન્સ્પેક્ટરનું નામ મહેન્દ્ર ભાટી હતું. મહેન્દ્ર ભાટી મુંબઈ પોલીસના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં નોકરી કરતા હતા. શનિવારે કોરોનાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. બીજી તરફ જો આંકડાઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં મુંબઈના 125 પોલીસકર્મીઓ કોરોનાને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)