India Corona Cases: દેશમાં એક દિવસની રાહત બાદ ફરી આવ્યો કોરોનાના કેસમાં ઉછાળો
India Coronavirus Update: બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 37,875 નવા કેસ નોંધાયા છે અને 369 લોકોના મોત થયા છે
India Coronavirus Update: ભારતમાં પાછલા બે-ત્રણ દિવસથી કોરોના કાબુમાં આવ્યો તેમ લાગે છે. આ પહેલા રોજના 40 હજારથી વધારે કેસ નોંધાતા હતા. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 37,875 નવા કેસ નોંધાયા છે અને 369 લોકોના મોત થયા છે. જ્યારે 39,114 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ 31,222 નવા કોરોના કેસ અને 290 કોરોના સંક્રમિતોના જીવ ગયા હતા. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 25,772 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 189 લોકોના કોરોનાથી મોત થયા છે અને 27,320 લોકો કોરોના મુક્ત થયા છે. કેરળમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2,37,045 છે. જ્યારે કુલ 39,93,877 લોકો કોરોનાથી ઠીક થયા છે. કુલ મૃત્યુ આંક 21,820 છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 30 લાખ 96 હજાર 718
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 22 લાખ 64 હજાર 051
- કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 91 હજાર 256
- કુલ મોતઃ 4 લાખ 41 હજાર 411
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 70,57,43,018 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 78,47,625 લોકોને રસી અપાઈ હતી.
Of these 37,875 new #COVID19 cases and 369 deaths reported in the last 24 hours in India, Kerala recorded 25,772 cases and 189 deaths yesterday.
— ANI (@ANI) September 8, 2021