શોધખોળ કરો
Advertisement
કોરોના અપડેટ: દેશમાં સતત 14માં દિવસે 40 હજારથી ઓછા કેસ, જાણો આજે કેટલા કેસ નોંધાયા?
દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 98 લાખને પાર પહોંચી ગઈ છે. તેમાંથી 43 હજાર લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે. ભારતમાં એક સમયે દરરોજ 90 હજારની આસપાસ કેસ સામે આવી રહ્યાં હતા. હવે દરરોજ કોરોના કેસ ઘટીને સરેરાશ 30 હજારની આસપાસ આવી રહ્યા છે. જો કે કોરોનાનો ખતરો હજુ ખતમ થયો નથી.
દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 98 લાખને પાર પહોંચી ગઈ છે. 14 દિવસથી સતત 40 હજારથી ઓછા કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 30,254 નવા સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે 391 લોકોના મોત થયા છે. જો કે, સારા સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં 33,136 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના કેસ ભારતમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ સૌથી વધુ છે, જ્યારે મોત મામલે દુનિયામાં આઠમાં નંબરે છે.
સંક્રમિતોની સંખ્યા 98 લાખને પાર
આરોગ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં કુલ કોરોના કેસની સંખ્યા વધીને 98 લાખ 57 હજાર પર પહોંચી છએ. તેમાંથી 43 હજાર લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. કુલ એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખ 56 હજાર થી ગયા છે. અત્યાર સુધી 93 લાખ 57 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
ICMR અનુસાર, 12 ડિસેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 15 કરોડ 37 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 10 લાખ સેમ્પલ ગઈકાલે શનિવારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં પોઝિટિવીટી રેટ સાત ટકા છે.
મૃત્યુ દર અને રિકવરી રેટ
છેલ્લા 16 દિવસથી કોરોનાના નવા કેસથી વધુ રિકવરી થઈ રહ્યાં છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.45 ટકા છે, જ્યારે રિકવરી રેટ 95 ટકા છે. એક્ટિવ કેસ 4 ટકાથી પણ ઓછી છે. સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion