શોધખોળ કરો
Advertisement
SCના જજ અરૂણ મિશ્રાએ કરી PM મોદીની પ્રશંસા, કહ્યું- પ્રધાનમંત્રી દૂરનું વિચારે છે
જસ્ટિ મિશ્રાએ કહ્યું, ભારત વિશ્વમાં સૌથી મોટું લોકતંત્ર છે અને લોકોને આશ્ચર્ય થાય છે કે આટલી સફળતાથી કઈ રીતે કામ કરે છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અરૂણ મિશ્રાએ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે મોદીને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસનીય કામગીરી અને બહુમુખી પ્રતિભાવાળા નેતા ગણાવી કહ્યું, તેમની વિચારશ્રેણી વૈશ્વિક સ્તરની છે. પરંતુ સ્થાનિક હિતોની અવગણના નથી કરતાં.
1500થી વધારે કાયદાને ખતમ કરવા માટે પીએમ મોદી અને કેન્દ્રીય કાયદા મંત્રી રવિ શંકર પ્રસાદની પ્રશંસા કરતાં ન્યાયમૂર્તિ મિશ્રાએ કહ્યું, મોદીના નેતૃત્વમાં ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે જવાબદાર અને સૌને અનુકૂળ દેશ છે. એક સમારોહમાં તેમણે કહ્યું, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કોર્ટ સમક્ષ અનેક પડકારો છે અને બદલાતી દુનિયામાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
જસ્ટિ મિશ્રાએ કહ્યું, ભારત વિશ્વમાં સૌથી મોટું લોકતંત્ર છે અને લોકોને આશ્ચર્ય થાય છે કે આટલી સફળતાથી કઈ રીતે કામ કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા પામેલા દીર્ધદ્રષ્ટિ ધરાવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત એક જવાબદાર અને આંતરરાષ્ટ્રીય સમુદાય માટે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખતો દેશ છે. વિકાસની પ્રક્રિયામાં પર્યાવરણનું સંરક્ષણ સર્વોચ્ચ છે.Supreme Court Justice Arun Mishra: All these three organs have to work independently, but in tandem to make the democracy successful, to visualise and for effective implementation of constitutional aspirations and its values. https://t.co/DKcisH738u
— ANI (@ANI) February 22, 2020
સુપ્રીમ કોર્ટમાં આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલન 2020- ‘ન્યાયપાલિકા અને બદલતી દુનિયા’ના ઉદ્ઘાટન સમારોહમાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ન્યાયપાલિકા સામે પડકારો સમાન છે અને બદલતી દુનિયામાં ન્યાયપાલિકાની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ઉચ્ચતમ ન્યાયલયમાં વરિષ્ઠતામાં ત્રીજા સ્થાને આવનાર ન્યાયમૂર્તિ મિશ્રાએ સંમેલનના શુભારંભ માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો. આ સંમેલનમાં 20 થી વધારે દેશોના ન્યાયધીશ હાજર રહ્યા હતા. પાકિસ્તાની ક્રિકેટરે મનાવી મહાશિવરાત્રિ, વીડિયો શેર કરીને બોલ્યો ‘હર હર મહાદેવ’ T-20માં હેટ્રિક લેનારો બીજો ઓસ્ટ્રેલિયન બન્યો આ ખેલાડી, કહ્યું- જાડેજા છે મારો ફેવરિટ ખેલાડી, તેની પાસેથી ઘણું શીખ્યો INDvNZ 1st Test: ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ કહ્યું- બે દિવસથી સૂતો નથી, તેથી ઘાતક બોલિંગ નથી કરી શકતો દિલ્હીની આ હોટલના રૂમમાં રોકાશે USના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એક રાતનું ભાડું છે આટલા લાખ રૂપિયા, જાણો વિગતSupreme Court Justice Arun Mishra at the International Judicial Conference 2020 in Delhi: To strengthen judicial system is the call of the day as it is the backbone of democracy, whereas legislature is the heart & the executive is the brain. https://t.co/s86hVBLNjC
— ANI (@ANI) February 22, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement