Omicron Cases India: ભારતમાં ઓમિક્રોનની શું છે સ્થિતિ ? કયા રાજ્યમાં કેટલા છે કેસ, જાણો વિગત
Omicron Cases India Tally: દેશમાં ઓમિક્રોન સંક્રમિતોનો આંકડો 4868 પર પહોંચ્યો છે, જેમાંથી 1805 સાજા થઈ ગયા છે.
India Omicron Cases: ભારતમાં કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે ઓમિક્રોન કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં ઓમિક્રોન સંક્રમિતોનો આંકડો 4868 પર પહોંચ્યો છે, જેમાંથી 1805 સાજા થઈ ગયા છે.
કયા રાજ્યમાં કેટલા ઓમિક્રોન કેસ નોંધાયા
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશના 28 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓમિક્રોન પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં 1281, રાજસ્થાનમાં 645, દિલ્હીમાં 546, કર્ણાટકમાં 479, પશ્ચિમ બંગાળમાં 294, ઉત્તરપ્રદેશમાં 275, ગુજરાતમાં 236, તમિલનાડુમાં 185, હરિયાણામાં 182, તેલંગાણામાં 129, ઓડિશામાં 102, આંધ્રપ્રદેશમાં 54, બિહારમાં 27, પંજાબમાં 27, ગોવામાં 21, જમ્મુ-કાશ્મીરમાં 13, મધ્યપ્રદેશમાં 1, આસામમાં 9, ઉત્તરાખંડમાં 8, ચંદીગઢમાં 5, મેઘાલયમાં 5, અંદામાન-નિકોબારમાં 3, પુડ્ડુચેરીમાં 2, હિમાચલ પ્રદેશમાં 1, લદ્દાખમાં 1 તથા મણિપુરમાં 1 કેસ નોંધાયો છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,94,720 નવા કેસ નોંધાયા છે અને 442 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 60,405 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 9,55,319 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 11.05 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં 69,49,17,180 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 જાન્યુઆરીએ 17,61,900 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
- કુલ એક્ટિવ કેસઃ 9,55,319
- કુલ ડિસ્ચાર્જઃ 3,36,30,536
- કુલ મૃત્યુઆંકઃ 4,84,655
- કુલ રસીકરણઃ 153,80,08,200