પાક નહીં સુધરે! શ્રીનગરમાં બ્લાસ્ટના અવાજ, સીઝફાયરને લઈ CM ઓમર અબ્દુલ્લાએ PAK પર ઉઠાવ્યા સવાલ
શનિવાર (10 મે) સાંજે 5 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન બંનેમાં યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો હતો. જોકે, માત્ર ચાર કલાક પછી પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું.

India Pakistan Ceasefire News: શનિવાર (10 મે) સાંજે 5 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન બંનેમાં યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો હતો. જોકે, માત્ર ચાર કલાક પછી પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. હવે આ અંગે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું નિવેદન સામે આવ્યું છે.
સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "યુદ્ધવિરામનું શું થયું ? શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા."
What the hell just happened to the ceasefire? Explosions heard across Srinagar!!!
— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025
અહીં યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું
સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના ઉધમપુર, અખનૂર, નૌશેરા, પૂંછ રાજૌરી, મેંધર, જમ્મુ, આરએસ પુરા સેક્ટર, સુંદરબની, અરનિયા અને કઠુઆમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મિરમાં ડ્રોન પણ જોવા મળ્યા છે. શ્રીનગરમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું છે.
#WATCH | Loud explosions are being heard in Srinagar, Jammu and Kashmir.
— ANI (@ANI) May 10, 2025
(Visuals deferred by unspecified time) pic.twitter.com/8KwqqN2CFT
પંજાબના પઠાણકોટમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. અહીં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. પંજાબના ઘણા શહેરોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે.
કચ્છના ખાવડામાં પણ ડ્રોન જોવા મળ્યા છે. સરહદ પર ફાયરિંગ અને બીજી તરફ ડ્રોનના હુમલા કરવામાં આવી રહ્યા છે. ખાવડામાં ત્રણ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં સીઝફાયર પર સહમતિ બની હતી. હવે ગણતરીના કલાકોમાં જ પાક દ્વારા તેનું ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન સેના દ્વારા નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબાર શરૂ કરવામાં આવ્યો છે.
કાશ્મીરમાં પણ પાકિસ્તાની ડ્રોન દેખાયું હોવાના અહેવાલ છે, જે પાકિસ્તાનની સતત ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ દર્શાવે છે. યુદ્ધવિરામની જાહેરાત પછી તુરંત જ થયેલા આ ભંગાણને કારણે સરહદ પર ફરી તણાવનો માહોલ સર્જાયો છે. ભારતીય સેના અને સુરક્ષા દળો પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સંપૂર્ણ રીતે સજ્જ છે.
ભારત સરકારે શનિવારે સાંજે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવ્યો છે. આ યુદ્ધ વિરામનો અમલ આજે સાંજે 5:00 વાગ્યાથી શરૂ થઈ ગયો છે.





















