Coronavirus: ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના વાયરસ, સળંગ 5માં દિવસે 10 હજારથી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસો 67 હજારને પાર.......
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, આ નવા કેસ બાદ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને હવે 67 હજાર 806 થઈ ગઈ છે.
India Coronavirus Update: દેશમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યે છે, કોરોનાનો ખતરો ફરીથી ઉભો થતો દેખાઇ રહ્યો છે. એક અઠવાડિયાથી વધુ સમયથી દરરોજ 10,000થી વધુ કેસ સામે આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં કોરોનાના 10 હજાર 112 કેસ નોંધાયા છે. જે એક પ્રકારનો ખતરો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, આ નવા કેસ બાદ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને હવે 67 હજાર 806 થઈ ગઈ છે. વળી, આ 24 કલાક દરમિયાન 9 હજાર 833 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાહતની વાત એ છે કે, શનિવારની સરખામણીએ આજે નોંધાયેલા આંકડાઓમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
દિલ્હીમાં 1 હજારથી વધુ કેસ -
શનિવારે રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના 1,515 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ અનુસાર, શનિવારે કોરોનાને કારણે 6 દર્દીઓના મોત થયા છે. વળી, દિલ્હીમાં કોરોના પૉઝિટીવીટી રેટ 26 ટકાને વટાવી ગયો છે. કોરોના સંક્રમણના સંદર્ભમાં આ રેટ ખુબ જ ચિંતાજનક છે.
#COVID19 | India reports 10,112 new cases and 9,833 recoveries in the last 24 hours; the active caseload stands at 67,806.
(Representative image) pic.twitter.com/TJHwQqzWlj — ANI (@ANI) April 23, 2023
દિલ્હીમાં અત્યાર સુધીમાં લાખો લોકો કોરોનાથી સંક્રમિત
આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, દિલ્હીમાં અત્યાર સુધી 20,32,424 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. મૃતકોનો કુલ આંકડો વધીને 26,595 થયો છે. દિલ્હીમાં કૉવિડ-19 સંક્રમણ દર 26.46 ટકા નોંધાયો છે. રાજધાનીમાં કૉવિડ-19 દર્દીઓ માટે ઉપલબ્ધ કુલ 7,974 હૉસ્પીટલ બેડમાંથી હાલમાં 385 દર્દીઓ સારવાર હેઠળ છે. એટલે કે અત્યારે કોરોનાના બેડની કોઈ કમી નથી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી કૉવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 220.66 કરોડ ડૉઝ આપવામાં આવ્યા છે.
Gujarat Corona Case Update: રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, 1 વ્યક્તિનું થયું મોત
Gujarat Corona Case Update: રાજ્યમાં આજે કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. ગઈ કાલે 331 કોરોનાના કેસ સામે આવ્યા હતા જેની સામે આજે 254 કેસ નોંધાયા છે. જો કે, આજે કોરોનાથી એક દર્દીનું મોત પણ નિપજ્યું છે. સૌથી વધુ કેસ આજે અમદાવાદમાં 73 કેસ નોંધાયા છે. આ સિવાય સુરત જિલ્લામાં 46, રાજકોટમાં 3 તેમજ વડોદરા જિલ્લામાં 37 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા જિલ્લામાં 10, અમરેલી-વલસાડમાં 8-8 તેમજ ગાંધીનગર જિલ્લામાંથી નવા 17 સંક્રમિતો નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 1917 પર પહોંચ્યો છે.
કોરોના મહામારીને લઈ આદર પૂનાવાલાએ કરી રાહતરૂપ 'ભવિષ્યવાણી'
કોરોના ધીમે ધીમે ફરી એકવાર માથુ ઉચકી રહ્યો છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કેસોમાં વધારો થયો છે. આગામી સમયમાં કોરોના મહામારી વધારે વિકરાળ બનશે તેવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ કોરોનાની વેક્સીન બનાવનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કોરોનાના વર્તમાન વેરિએંટને લઈને મહત્વની જાણકારી આપી છે.
અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે કોવિડ-19નો વર્તમાન સ્ટ્રેન માઈલ્ડ છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) એ કોવેક્સ રસીના 5-6 મિલિયન ડોઝનું ઉત્પાદન કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 12,193 નવા COVID-9 કેસ નોંધાયા છે. ચેપના સક્રિય કેસોની સંખ્યા હવે વધીને 67,556 થઈ ગઈ છે.
અદાર પૂનાવાલાએ કોરોના મહામારીને લઈને રાહત આપતું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, હાલનો કોવિડ બહુ ગંભીર નથી. તે માત્ર એક માઈલ્ડ સ્ટ્રેન છે. માત્ર સાવચેતીના પગલા રૂપે વડીલો બૂસ્ટર ડોઝ સપ્લિમેન્ટ્સ લઈ શકે છે, પરંતુ તે તેમની પસંદગી હશે કે તેઓ તેને લેવા માગે છે કે નહીં. Covaxના 5 થી 6 મિલિયન ડોઝ ઉપલબ્ધ છે. અમે આગામી 2 થી 3 મહિનામાં સમાન માત્રામાં કોવિશિલ્ડ સપ્લીમેન્ટ્સનું ઉત્પાદન પણ કરીશું તેમ તેમને જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં XBB.1.16નો ખતરો વધ્યો
મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય બુલેટિન અનુસાર, Omicronના XBB.1.16 પ્રકાર હાલમાં રાજ્યમાંડોમિનેંટ સ્ટ્રેન છે. કેન્દ્રએ શુક્રવારે 8 રાજ્યો, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રને દરેક ક્ષેત્રમાં કડક તકેદારી રાખવા અને ચેપના કોઈપણ ઉભરતા સ્ટ્રેનને નિયંત્રિત કરવા કડક પગલાં લેવા જણાવ્યું હતું. અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે, અમે અમેરિકા અને યુરોપમાં કોવેક્સ પ્રદાન કરી રહ્યા છીએ. ભારતમાં બનેલી આ એકમાત્ર કોવિડ રસી છે જેને અમેરિકા અને યુરોપમાં મંજૂરી આપવામાં આવી છે. હાલમાં તેની માંગ ઘણી ઓછી છે.