India Corona Cases Today: ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 13 હજારથી વધુ નવા કેસ
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,216 નવા કેસ નોંધાયા છે
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,216 નવા કેસ નોંધાયા છે. દેશમા અત્યાર સુધીમાં કુલ કેસ 4,32,83,793 નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 8,148 લોકોએ કોરોનાથી સ્વસ્થ થયા છે. કોરોનાને કારણે વધુ 23 લોકોના મોત થયા છે. હવે દેશમાં એક્ટિવ કેસ વધીને 68,108 થઈ ગયા છે.
#COVID19 | India reports 13,216 new cases, 8,148 recoveries and 23 deaths in the last 24 hours.
— ANI (@ANI) June 18, 2022
Active cases 68,108
Daily positivity rate (2.73%) pic.twitter.com/2RM2vtVa4e
મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં 4,165 કેસ હતા. આ પછી, કેરળમાં 3,162, દિલ્હીમાં 1,797, હરિયાણામાં 689 અને કર્ણાટકમાં 634 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5,19,903 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, નવા કેસોમાંથી 79.05% માત્ર આ પાંચ રાજ્યોમાં જ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં જ 31.51 ટકા કેસ મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 23 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કુલ મૃત્યુઆંક વધીને 5,24,840 થયો છે.
જોકે, રાહતની વાત એ છે કે દેશમાં રિકવરી રેટ 98.63% છે. છેલ્લા 24 કલાકમાં કુલ 8,148 દર્દીઓ સ્વસ્થ થયા છે, જેનાથી દેશભરમાં સ્વસ્થ થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4,26,90,845 થઈ ગઈ છે. ભારતમાં કુલ 68,108 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 5,045 સક્રિય કેસ વધ્યા છે. આ સિવાય દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 14,99,824 લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1,96,00,42,768 લોકોએ કોવિડ રસીકરણ કરાવ્યું છે.
આ પહેલા શુક્રવારે દેશમાં કોરોનાના 12847 કેસ નોંધાયા હતા. જ્યારે 14 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. તે ગુરુવાર કરતાં 5.2 ટકા વધુ હતો. મહારાષ્ટ્ર સૌથી વધુ 4,255 કેસ સાથે યાદીમાં ટોચ પર છે. આ પછી કેરળમાં 3,419, દિલ્હીમાં 1,323, કર્ણાટકમાં 833 અને હરિયાણામાં 625 કેસ નોંધાયા છે.