Ponzi scheme: વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ, કેસર ગ્રુપે રોકાણકારોને ચૂનો ચોપડ્યો?
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો જ્યાં પોન્ઝી સ્કીમ ચલાવતા ગ્રુપનો જાણે રાફડો ફાટી નીકળ્યો છે. હવે કેસર ગ્રુપમાં રોકાણ કરનારા રોકાણકારોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. કારણ છે.. દોઢ મહિના પહેલાં જ ખોલેલી ઓફિસને તાળા લાગી જવા. થોડા દિવસ પહેલાં કેસર ગ્રુપને 3 વર્ષ પૂર્ણ થવા પર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રી ભીખુસિંહ પરમાર પણ પહોંચ્યા હતા. કેસર ગ્રુપને 3 વર્ષ પૂર્ણ થવા પર હિંમતનગરમાં નવી ઓફિસ ખોલવામાં આવી હતી. ઓફિસ ખોલ્યા પહેલાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મસમોટા હોર્ડિંગ લગાવી. માહોલ ઉભો કરાયો હતો. જો કે, દોઢ મહિના પહેલાં ખોલવામાં આવેલી આ ઓફિસને તાળા લાગી ગયા છે. ઓફિસના શટર 10 દિવસથી બંધ છે. જેને લઈ રોકાણકારોની ઊંઘ ઉડી ગઈ છે.


















