Operation Sindoor: ભારતનું 'ઑપરેશન સિંદૂર' 30 આતંકીનો ખાતમો, 9 આતંકવાદી અડ્ડા ધ્વસ્ત
Operation Sindoor: ભારતે પહલગામનો બદલો લેતાં રાત્રે આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી છે જેમાં આતંકીઓના 9 અડ્ડાને ધ્વંશ કર્યો છે. 30 આતંકી માર્યા ગયા છે.

Operation Sindoor: ભારતનું 'ઑપરેશન સિંદૂર' રાત્રે 2 વાગ્યે શરૂ થયું છે. ભારતની પાકિસ્તાનમાં આતંકી અડ્ડા પર એરસ્ટ્રાઈકના પરિણામે 9 આતંકી અડ્ડા ધ્વંશ કરી દેવામાં આવ્યાં છે. જેમાં 30 આંતકીઓનો ખાતમો થયો છે. પહલગામના બદલાને લેતા સિંદૂર હેઠળ ભારતની ત્રણેય સેનાઓનું સંયુક્ત ઑપરેશન શરૂ થયું છે.
પાકિસ્તાનમાં 4 અને PoKમાં 5 આતંકી અડ્ડા પર હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના બહાવલપુરમાં 30 આતંકીઓનો ખાત્મો થયો છે. લશ્કર-એ-તૈયબાના હેડ ક્વાર્ટર પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યોછે. ભારતીય સૂત્રના જણાવ્યા અનુસાર આતંકીઓના અડ્ડાઓને નિશાન બનાવાયા છે.
પાકિસ્તાની સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાકિસ્તાને 8નાં મોતનું પુષ્ટી કરી છે. ભારતે ભારતે એર ડિફેન્સ યુનિટ સક્રિય કર્યા છે. તો કુપવાડામાં LOC પર પાકિસ્તાની સેનાનગોળીબાર કર્યો છે.
હુમલાની ભારતે અમેરિકાને આપી જાણકારી આપી છે. શ્રીનગર એયરપોર્ટ નાગરિકો માટે બંધ કરી દેવાયું છે. પાકિસ્તાનના લાહોરમાં ઈમરજંસી લાગૂ કરાઇ છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઈમરજંસી જાહેર કરાઇ છે. NSA અજિત ડોભાલે USના NSA સાથે વાતચીત કરે છે. અમેરિકાએ જણાવ્યું છે કે, અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ,
પાકિસ્તાનના PMએ સુરક્ષા સમિતીની બોલાવી બેઠક
ભારતનું રાત્રે સિંદૂર ઓપરેશન શરૂ થતાં પાકિસ્તાન થરથરી ગયું છે અને તાબડતોબ તેમને સુરક્ષા સમિતીની બેઠક બોલાવી છે. લાહોર એયરપોર્ટ પરની તમામ ફ્લાઈટ રદ્દ કરી દેવાઇ છે. પાકિસ્તાનના અનેક શહેરમાં શાળા-કોલેજમાં રજા જાહેર કરાઇ છે.
ભારતીય સેના 10 વાગ્યે કરશે પત્રકાર પરિષદ
સવારે 11 વાગ્યે મોદીની અધ્યક્ષતામાં સરકારની કેબિનેટ બેઠક મળશે. રાજસ્થાન સરહદ નજીક ફાઇટર જેટ તૈનાત કરવામાં આવ્યું છે. પીએમ મોદી સતત 'ઓપરેશન સિંદૂર' પર નજર રાખી રહ્યાં છે. જમ્મુ-શ્રીનગર- લેહ- ધર્મશાલા અને અમૃતસર એરપોર્ટ બંધ કરાઇ છે.





















