Indian Ambassador: કતારમાં 8 ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મળ્યા ભારતીય રાજદૂત, જાણો વિગતે
Indian Ambassador: કતાર કોર્ટ દ્વારા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાના ફેરફારમાં તાજેતરના ઘટનાક્રમ વચ્ચે કતારમાં ભારતીય રાજદૂત અને અન્ય દૂતાવાસના અધિકારીઓને 18 જાન્યુઆરી, ગુરુવારે 8 ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ સુધી કોન્સ્યુલર એક્સેસ મળી છે.
Indian Ambassador: કતાર કોર્ટ દ્વારા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાના ફેરફારમાં તાજેતરના ઘટનાક્રમ વચ્ચે કતારમાં ભારતીય રાજદૂત અને અન્ય દૂતાવાસના અધિકારીઓને 18 જાન્યુઆરી, ગુરુવારે 8 ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ સુધી કોન્સ્યુલર એક્સેસ મળી છે.
#WATCH | On Qatar court commuting death sentence to 8 Indian ex-Navy personnel, MEA Spokesperson Randhir Jaiswal says, "Our ambassador, along with our embassy officials, met the eight detained. As we had conveyed to you last time, the legal team is looking into the appeal aspect.… pic.twitter.com/nFOHK1XZ6t
— ANI (@ANI) January 18, 2024
કતરની અદાલતે 8 ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીઓની મૃત્યુદંડની સજામાં ફેરફાર કરવા પર, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમારા રાજદૂત, અમારા દૂતાવાસના અધિકારીઓ સાથે, અટકાયત કરાયેલા આઠ લોકોને મળ્યા હતા. જેમ કે અમે તમને છેલ્લી વાર કહ્યું હતું કે કાનૂની ટીમ તેના પર કામ કરી રહી છે. આપીલ અંગે વાત કરતા તેમણે કહ્યું કેસ 60 દિવસનો સમયગાળો છે જેમાં તેઓએ આ અપીલ દાખલ કરવી પડશે. 28 ડિસેમ્બરે કોર્ટે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. હવે, આ કેસને કોર્ટ ઓફ સેશનમાં જવાનો છે, જ્યાં કાનૂની ટીમ દ્વારા નિર્ણય લેવામાં આવશે... અમારી પાસે હજુ થોડો સમય છે. અમારી પાસે કોન્સ્યુલર એક્સેસ હતી, અમારા રાજદૂતો ગયા અને મળ્યા અને તેમની સુખાકારીની કાળજી લીધી."
વિદેશ મંત્રાલયે 29 ડિસેમ્બરે કહ્યું હતું કે તે કાનૂની ટીમ અને દોષિત વ્યક્તિઓના પરિવારના સભ્યો સાથે સંભવિત આગામી પગલાં અંગે ચર્ચા કરશે. "સજા ઘટાડવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી અમે વિગતવાર ચુકાદો ન જોઈએ ત્યાં સુધી, મારી પાસે શેર કરવા માટે કોઈ વધારાની માહિતી નથી. અમે તમને ફરી વિનંતી કરીશું કે તમે અટકળો પર ધ્યાન આપશો નહીં. ભારતીયો અને તેમના પરિવારના સભ્યોના હિત અમારી મુખ્ય પ્રાથમિકતા છે. અમે કાનૂની ટીમ અને પરિવારના સભ્યો સાથે સંભવિત આગામી પગલાં વિશે પણ ચર્ચા કરીશું.
શું છે સમગ્ર કેસ?
ગયા વર્ષે 25 ઓક્ટોબરે મીતુ ભાર્ગવ નામની મહિલાએ ટ્વીટ કર્યું હતું કે ઇન્ડિયન નેવીના આઠ ભૂતપૂર્વ અધિકારીઓ કતારની રાજધાની દોહામાં 57 દિવસથી ગેરકાયદેસર અટકાયતમાં છે. મીતુ ભાર્ગવ કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીની બહેન છે. આ અધિકારીઓ પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. કતારની ન્યૂઝ વેબસાઈટ અલ-જઝીરાના રિપોર્ટ અનુસાર, આ અધિકારીઓ પર ઈઝરાયલને કતારના સબમરીન પ્રોજેક્ટ સાથે જોડાયેલી માહિતી આપવાનો આરોપ છે.
જો કે, કતાર સરકાર તરફથી આ ભૂતપૂર્વ અધિકારીઓ પર લગાવવામાં આવેલા આરોપો અંગે ભારત સરકાર દ્વારા કોઈ ચોક્કસ માહિતી શેર કરવામાં આવી નથી. નેવીમાંથી નિવૃત્ત થયેલા આ તમામ અધિકારીઓ દોહા સ્થિત અલ-દહરા કંપનીમાં કામ કરતા હતા. આ કંપની ટેક્નોલોજી અને કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડતી હતી. તેણે કતારની નૌકાદળને તાલીમ અને સાધનસામગ્રી પણ પૂરી પાડી હતી.આ કંપની ઓમાનની એરફોર્સમાંથી નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખમીસ અલ આઝમીની છે. ગયા વર્ષે આ ભારતીયોની સાથે તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે નવેમ્બરમાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો.
કોણ છે આ ભારતીયો?
મોતની સજા પામેલા આઠ ભૂતપૂર્વ નેવી અધિકારીઓના નામ છે - કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને રાજેશ છે. આ તમામ ભૂતપૂર્વ અધિકારીઓએ ભારતીય નૌકાદળમાં 20 વર્ષ સુધી સેવા આપી હતી. નેવીમાં તેઓનો કાર્યકાળ દોષરહિત રહ્યો છે અને તેઓ મહત્વના હોદ્દા પર સેવા આપી ચૂક્યા છે.