ભારતીય સેનામાં મોટો ફેરફાર, બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના અધિકારીઓ પહેરશે એક સરખો યુનિફોર્મ
Indian Army Uniform Update: 1 ઓગસ્ટથી, બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના અધિકારીઓ માટે સમાન યુનિફોર્મ પહેરવાનો નિર્ણય અમલમાં આવી શકે છે. હાલમાં, આ અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી.
Indian Army: ભારતીય સેનામાં મૂળ કેડર અને નિમણૂકને ધ્યાનમાં લીધા વિના હવે બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના અધિકારીઓ માટે એક સમાન યુનિફોર્મ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી આર્મી કમાન્ડરની કોન્ફરન્સ દરમિયાન વિગતવાર ચર્ચા વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, કર્નલ અને તેનાથી નીચેના રેન્કના અધિકારીઓના યુનિફોર્મમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લેગ રેન્કના વરિષ્ઠ અધિકારીઓ (બ્રિગેડિયર અને તેથી વધુ)ના હેડગિયર, શોલ્ડર રેન્ક બેજ, ગોર્જેટ પેચ, બેલ્ટ અને ફૂટવેર હવે એક જેવા યુનિફોર્મ હશે. ધ્વજ-રૅન્કના અધિકારીઓ હવે કોઈ લેનયાર્ડ પહેરશે નહીં. આ ફેરફારો આ વર્ષે 1 ઓગસ્ટથી અમલમાં આવશે. ભારતીય સેનામાં કર્નલ અને તેનાથી નીચેના રેન્કના અધિકારીઓ દ્વારા પહેરવામાં આવતો યુનિફોર્મ પહેલા જેવો જ રહેશે.
The Indian Army has decided to adopt a common uniform for Brigadier and above rank officers irrespective of the parent cadre and appointment. The decision was taken after detailed deliberations during the recently concluded Army Commanders' Conference: Sources
— ANI (@ANI) May 9, 2023