શોધખોળ કરો
Advertisement
આગામી 24 કલાકમાં અહીં આવશે ભયંકર ચક્રવાત! ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર પુડ્ડુચેરી, તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં તટીય પર અને તેના નજીક સમુદ્રમાં સ્થિતિ ખૂબજ પ્રતિકૂળ થઈ શકે છે.
નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં બનેલ ઉભું થયેલ ચક્રાવાતી તોફાન ફેની આગામી 12થી 24 કલાકમાં ચક્રાવતી તોફાનનું રૂપ લઈ શકે છે. હવમાન વિભાગે રવિવારો બપોરે એક બુલેટિનમાં આ જાણકારી આપી છે. આ દરમિયાન તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ વિભાગે કહ્યું કે હાલ ફેની ત્રિંકોમલી(શ્રીલંકા)ના 745 કિલોમીટર પૂર્વ-દક્ષિણ પૂર્વ, ચેન્નઈના 1050 કિમી દક્ષિણ પૂર્વ અને મછલીપટ્ટનમ(આંધ્રપ્રદેશ)ના 1230 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં છે. વિભાગે આગામી 12થી 24 કલાકમાં ખૂબજ ભયંકર ચક્રવાતી વાવાઝોડાંમાં ફેનીના પરિવર્તિત થવાની આગાહી કરી છે. કેરળમાં 29મી અને 30મી એપ્રિલે ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે તમિલનાડુના દરીયાઈ વિસ્તારમાં 30 એપ્રિલ અને 1લી મેના રોજ રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ અનુસાર પુડ્ડુચેરી, તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં તટીય પર અને તેના નજીક સમુદ્રમાં સ્થિતિ ખૂબજ પ્રતિકૂળ થઈ શકે છે. હવામાન વિભાગે શ્રીલંકા, તમિળનાડુ, આંધ્રપ્રદેશ અને પુડ્ડુચેરીના માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement