શોધખોળ કરો
Advertisement
Covid 19: ભારતીય સેનાએ બનાવી ઓછા ખર્ચવાળી PPE કિટ, તમામ ટેસ્ટ સફળ
ભારતીય નૌસેના દ્વારા તૈયાર અને ડિઝાઈન કરવામાં આવેલી પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE)કિટને મોટા સ્તર પર તૈયાર કરવાનું સર્ટિફિકેટ મળી ગયું છે.
નવી દિલ્હી: ભારતીય નૌસેના દ્વારા તૈયાર અને ડિઝાઈન કરવામાં આવેલી પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE)કિટને મોટા સ્તર પર તૈયાર કરવાનું સર્ટિફિકેટ મળી ગયું છે. તેને કોવિડ 19ની સુરક્ષાની સ્થિતિમાં ઉપયોગ કરી શકાય છે. આ પીપીઈને ડીઆરડીઓના દિલ્હી સ્થિત નાભિકીય ઔષધિ અને સંબદ્ધ વિજ્ઞાન સંસ્થાન (ઈન્માસ) ટેસ્ટ કર્યો અને પ્રમાણિત કર્યું. પીપીએને પરીક્ષણના માપદંડને પૂર્ણ કરવા જરૂરી છે. આ માપદંડો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે.
આ પીપીઈનો ખર્ચ વ્યવસાયિક રીતે ઉપયોગ થનારી પીપીઈ કિટ કરતા ખૂબ ઓછો છે. આ પીપીઈ કિટોને ઈનોવેશન સેલ, ઈન્સ્ટીટ્યૂટ ઓફ નેવલ મેડિસિન,મુંબઈ અને નેવલ ડૉકયાર્ડ મુંબઈ દ્વારા રચના કરેલી એક ટીમે ડિઝાઈન અને નિર્ણાણ કરવામાં સહયોગ કર્યો છે. આ આઈએસઓ 16603 અનુસાર ન્યૂનતમ 3/6 અને તેનાથી વધારે સ્તર રાખે છે.
સંસ્થાન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, આ પીપીઈની વિશેષતા તેની સરળ,નઈ અને ઓછા ખર્ચવાળી ડિઝાઈન છે. પીપીઈને બનાવવામાં ફેબ્રિકના ઈનોવેટિવ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement