BrahMos Missile: ભારતીય નૌસેનાએ સ્વદેશી બ્રહ્મોસ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ
આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત ભારતીય નૌકાદળે બ્રહ્મોસ મિસાઈલનું રવિવારે (05 માર્ચ)ના રોજ સફળ પરીક્ષણ કર્યું છે.
Indian Navy BrahMos Missile Testing: આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત ભારતીય નૌકાદળે બ્રહ્મોસ મિસાઈલનું રવિવારે (05 માર્ચ)ના રોજ સફળ પરીક્ષણ કર્યું છે. તેના બૂસ્ટરને ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. કોલકાતાના ઘાતક યુદ્ધ જહાજ પરથી મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેણે અરબી સમુદ્રમાં તેના લક્ષ્ય પર સટીક નિશાન લગાવ્યું હતું. આ માહિતી ભારતીય નૌસેના દ્વારા આપવામાં આવી છે.
નૌસેના દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું
નૌસેના દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય નૌકાદળે DRDO દ્વારા ડિઝાઈન કરાયેલ સ્વદેશી સાધક અને વર્ધક બ્રહ્મોસ મિસાઈલો વડે અરબી સમુદ્રમાં સટીક નિશાન સાધ્યું છે. .તે આત્મનિર્ભરતા પ્રત્યે પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે મિસાઈલનું પરીક્ષણ કોલકાતા ક્લાસ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર વોરશિપથી કરવામાં આવ્યું હતું. બ્રહ્મોસ એરોસ્પેસ મિસાઈલમાં સ્વદેશી સામગ્રી વધારવા પર સતત કામ કરી રહી છે.
Indian Navy carried out a successful precision strike in the Arabian Sea by ship launched BrahMos missile with DRDO designed Indigenous Seeker and Booster, reinforcing commitment towards AatmaNirbharta: Indian Navy pic.twitter.com/0i5ED0v8Ff
— ANI (@ANI) March 5, 2023
સુખોઈથી વાયુસેનાએ પણ પરિક્ષણ કર્યું હતું
ભારતીય વાયુસેનાએ ડિસેમ્બર 2022માં બંગાળની ખાડીમાં બ્રહ્મોસ એર લોન્ચ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. તે 400 કિલોમીટર દૂર સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. વાયુસેનાએ પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે આ મિસાઈલનું પરીક્ષણ સુખોઈ Su-30 ફાઈટર એરક્રાફ્ટથી કરવામાં આવ્યું હતું. સંરક્ષણ વિભાગે કહ્યું કે પરીક્ષણ દરમિયાન મિસાઈલ વચમાં આવેલા ટાર્ગેટ જહાજ પર અથડાઈ હતી. આ મિસાઈલના એર-લોન્ચ વર્ઝનનું એન્ટી-શિપ વર્ઝન છે.
શું છે બ્રહ્મોસ ?
બ્રહ્મોસ એક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે, જેને સબમરીન, જહાજ, વિમાન અથવા જમીન પરથી છોડી શકાય છે. બ્રહ્મોસ રશિયાની પી-800 ઓસેનિક ક્રૂઝ મિસાઈલ ટેક્નોલોજી પર આધારિત છે. આ મિસાઈલ ભારતીય સેના, આર્મી, નેવી અને એરફોર્સની ત્રણેય પાંખને સોંપવામાં આવી છે. બ્રહ્મોસ મિસાઈલના ઘણા વર્ઝન છે. બ્રહ્મોસના લેન્ડ-લોન્ચ, શિપ-લોન્ચ, સબમરીન-લોન્ચ એર-લોન્ચ વર્ઝનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
ભારતીય નૌકાદળે બ્રહ્મોસ મિસાઈલનું રવિવારે (05 માર્ચ)ના રોજ સફળ પરીક્ષણ કર્યું છે. તેના બૂસ્ટરને ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.