શોધખોળ કરો

Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા

Train ticket refund rules: ટિકિટના કાળાબજારને રોકવા માટે રેલવેએ ટિકિટના રિફંડના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટિકિટ રદ કરવાના રિફંડના નિયમોમાં રેલવે દ્વારા ફેરફાર કરાયા.
  • પ્રસ્થાન સમયના આધારે ટિકિટ રિફંડની રકમ નક્કી કરાશે.
  • કોઈપણ સ્ટેશન પરથી ઑફલાઇન ટિકિટ રદ કરવાની સુવિધા.
  • ટ્રેન રવાના થાય તેના 30 મિનિટ પહેલા કોચ/ક્લાસ બદલવાની છૂટ.

Train ticket refund rules: ટિકિટના કાળાબજારને રોકવા માટે રેલવેએ ટિકિટના રિફંડના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. ટિકિટ કેન્સલ કરવા પર મુસાફરોને હવે સંપૂર્ણ રિફંડ મળશે નહીં, પરંતુ તેના બદલે પ્રસ્થાનના સમયના આધારે રિફંડ ઘટાડવામાં આવશે. નવા નિયમો અનુસાર, ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાન સમયના 8 કલાકની અંદર ટિકિટ રદ કરનારા મુસાફરોને કોઈ રિફંડ મળશે નહીં. જો કે, જો ટિકિટ નિર્ધારિત પ્રસ્થાન સમયના 24 કલાકથી 8 કલાકની વચ્ચે રદ કરવામાં આવે છે તો ફક્ત 50 ટકા રકમ જ પરત કરવામાં આવશે. વધુમાં, જો ટિકિટ 72 કલાક પહેલા રદ કરવામાં આવે છે તો મુસાફરોને 75 ટકા રિફંડ મળશે.

નોંધનીય છે કે અગાઉ, 72 કલાક કે તે પહેલાં ટિકિટ કેન્સલ કરનારા મુસાફરોને લગભગ સંપૂર્ણ રિફંડ મળતું હતું. જો કે, આ નવા નિયમોના અમલીકરણ સાથે કાળાબજારી કરનારાઓને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેનાથી સામાન્ય મુસાફરો માટે ટિકિટ સરળતાથી મળી શકે.

કોઈપણ સ્ટેશન પરથી ટિકિટ રદ કરી શકાશે

નવી જોગવાઈઓ હેઠળ, મુસાફરો હવે કોઈપણ સ્ટેશન પરથી ઑફલાઇન તેમની ટિકિટ રદ કરી શકશે. આનાથી મુસાફરોને ફક્ત તે સ્ટેશન સુધી મર્યાદિત રહેવાની જરૂર રહેશે નહીં જ્યાં તેમણે ટિકિટ બુક કરાવી હતી. વધુમાં મુસાફરો હવે પ્રસ્થાન સ્ટેશનથી આગળ કોઈપણ સ્ટેશનથી ટ્રેનમાં ચઢી શકશે. આનાથી મુસાફરી વધુ સુવિધા મળશે.                                                                                        

ટ્રેન રવાના થાય તેના 30 મિનિટ પહેલા કોચ અને ક્લાસ બદલવાનો વિકલ્પ 

માત્ર આટલું જ નહીં, મુસાફરો હવે તેમની સીટ પણ અપડેટ કરી શકશે. નિર્ધારિત પ્રસ્થાન સમય પહેલાં 30 મિનિટ સુધી કોચ અને ક્લાસ બદલવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. આનો અર્થ એ છે કે મુસાફરો જો ઇચ્છે તો તેમની સીટ 3rd ACમાંથી 1st ACમાં અપગ્રેડ કરી શકે છે. આ નવી સુવિધાઓનો હેતુ મુસાફરોને વધુ સુવિધા, સુગમતા અને વધુ સારો મુસાફરી અનુભવ પ્રદાન કરવાનો છે.          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget