શોધખોળ કરો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પીએમ મોદીએ નારી શક્તિને નમન કર્યું, કહી આ વાત

દેશ અને દુનિયામાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વના ઘણા દેશોમાં આ દિવસે મહિલાઓની સિદ્ધિઓની પ્રશંસા કરવામાં આવે છે અને અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

દેશ અને દુનિયામાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વના ઘણા દેશોમાં આ દિવસે મહિલાઓની સિદ્ધિઓની પ્રશંસા કરવામાં આવે છે અને અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલા શક્તિને નમન કર્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર મહિલાઓને સન્માન અને તકો પર વિશેષ ભાર સાથે તેની વિવિધ યોજનાઓ દ્વારા મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે.

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું હતું જેમાં લખ્યું કે, 'આર્થિક સમાવેશથી લઈને સામાજિક સુરક્ષા સુધી, ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળથી લઈને આવાસ સુધી, શિક્ષણથી લઈને ઉદ્યોગસાહસિકતા સુધી, ભારતની વિકાસ યાત્રામાં આપણી મહિલા શક્તિને આગળ રાખવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. આ પ્રયાસો આવનારા સમયમાં વધુ જોરશોરથી ચાલુ રહેશે. મહિલા દિવસ પર, હું નારી શક્તિ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓને નમન કરું છું. ભારત સરકાર મહિલાઓને સન્માન અને તકો પર વિશેષ ભાર સાથે તેની વિવિધ યોજનાઓ દ્વારા મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, 'મહિલાઓ પોતાના જ્ઞાન, સમર્પણ અને શક્તિથી સમાજને બદલવામાં સક્ષમ છે. તેમને તેમના લાંબા સમયથી બાકી લેણાં (લાભ) મળવા જોઈએ. સૌને મહિલા દિવસની શુભકામનાઓ.

મહિલા દિવસનો ઈતિહાસઃ
વર્ષ 1908માં અમેરિકામાં 8 માર્ચે 15,000થી વધુ મહિલાઓએ પોતાના અધિકારો માટે રસ્તા પર ઉતરી વિરોધ કર્યો હતો. આ તમામ મહિલાઓ કામ કરતી હતી અને તેમની માંગ હતી કે તેમના કામના કલાકો ઘટાડવા જોઈએ અને તેમનું વેતન પણ વધારવું જોઈએ. આ સાથે તેમને સમાજમાં સમાન સ્થાન આપીને મતદાનનો અધિકાર પણ મળવો જોઈએ. આ આંદોલનનો અવાજ સરકાર સુધી પહોંચ્યો. આ પછી, વર્ષ 1909માં, અમેરિકાની સમાજવાદી પાર્ટીએ તેને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું. આ પછી, વર્ષ 1917 માં, પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન, રશિયાની મહિલાઓએ પણ બ્રેડ અને પીસ માટે આંદોલન કર્યું હતું. આ પછી રાજા નિકોલસે મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો. આ કારણોસર, વર્ષ 1975 માં, સંયુક્ત રાષ્ટ્રએ 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget