શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાંચીમાં પીએમ મોદી સાથે યોગ કરતાં જોવા મળ્યા ‘મોટૂ-પતલૂ’
પીએમ મોદીએ આજે રાંચીના ધુર્વા સ્થિત પ્રભાત તારા મેદાનમાં લગભગ 40 હજાર લોકો સાથે યોગ કર્યાં.
નવી દિલ્હીઃ ઝારખંડની રાજધાની રાંચીમાં પીએમ મોદીએ 5માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર યોગ કર્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર હતા. રાંચીના હટિયા સ્થિત પ્રભાત મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં તમામ ઉંમરના લોકો હાજર હતા. યોગ પ્રત્યે બાળકો અને યુવાઓમાં જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમમાં લોકપ્રિય કાર્ટૂન સીરિયલ ‘મોટૂ-પતલૂ’ના કેરેક્ટર પણ જોવા મળ્યા. મોટૂ પતલૂના પોશાક પહેલે બાળકો પણ આ કાર્યક્રમમાં યોગ કરતાં જોવા મળ્યા.
પીએમ મોદીએ આજે રાંચીના ધુર્વા સ્થિત પ્રભાત તારા મેદાનમાં લગભગ 40 હજાર લોકો સાથે યોગ કર્યાં. આ કાર્યક્રમ દરમિયાન મંચ પર વડાપ્રધાન મોદી સાથે રાજ્યપાલ શ્રીમતી દ્રોપદી મુર્મૂ, મુખ્યમંત્રી રઘુવર દાસ, કેન્દ્રીય આયુષ મંત્રી, શ્રીપદ યેસો નાઇક અને રાજ્યના આરોગ્યમંત્રી રામચંદ્ર ચંદ્રવંશી હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમ માટે આજે સવારે 4 વાગ્યાની આસપાસ તો મેદાનમાં લોકો હાજર રહ્યાં હતાં. વડાપ્રધાન ગુરુવારે રાતે જ રાંચી પહોંચી ગયા ગતા. મોદી સાથે યોગ કરવા માટે 40,000 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સંખ્યા વધારે થઈ જવાના કારણે અંતે 12,000 લોકોને નજીક આવેલા મેદાનમાં યોગની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ વખતે યોગ દિવસની થીમ છે- યોગ ફોર હાર્ટ.PM Narendra Modi at Prabhat Tara ground in Ranchi: I extend my good wishes to all of you, in India & across the globe, on the occasion of #InternationalDayofYoga . Today, lakhs of people have gathered in different parts of the world to celebrate Yoga Day. #Jharkhand pic.twitter.com/KzMhIEYVRV
— ANI (@ANI) June 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion