શોધખોળ કરો
Advertisement
INX કૌભાંડમાં EDના દસ્તાવેજથી થયો મોટો ખુલાસો, લાંચની રકમ સીધી જ ચિદંબરના ટ્રસ્ટને મળી હતી
INX મિડિયાના દસ્તાવેજોમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે 26 સપ્ટેંબર 2008માં નોર્થસ્ટાર કંપનીને 60 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ પૂર્વ નાણાં મંત્રી પી ચિદંબરમ સાથે જોડાયેલ INX મીડિયાના મામલે મોટો ખુલાસો થયો છે. એબીપી ન્યૂઝની પાસે ઈડીના દસ્તાવેજ છે, જે અનુસાર આ મામલે લાંચની રકમના સીધા તાર ચિદંબરમ સાથે જોડાય છે. ઈડીના આ દસ્તાવેજ સીબીઆઈએ મગાવ્યા હતા. સીબીઆઈ પી ચિદંબરમને કસ્ટડીમાં લઈને સતત પૂછપરછ કરી રહી છે. તે 30 ઓગસ્ટ સુધી સીબીઆઈની કસ્ટડીમાં રહેશે.
સૂત્રો અનુસાર, સીબીઆઈને મોકલેલ ઈડીના દસ્તાવેજોમાં લખ્યું છે કે, જે કંપનીને લાંચની રકમ આપવામાં આવી હતી, તે કંપનીએ ચિદંબરના ટ્રસ્ટને લાખો રૂપિયાનું દાન આપ્યું છે. દસ્તાવેજો અનુસાર, નોર્થસ્ટાર કંપનીએ પલાનીએપ્પા ચેટિયર ટ્રસ્ટે 33.05 લાખ રૂપિયાની રકન દાનમાં આપી હતી. ટ્રસ્ટનું પૂરનું નામ L. Ct. L. Palaniappa Chettiar Trust બતાવવામાં આવ્યું છે.
INX મિડિયાના દસ્તાવેજોમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે 26 સપ્ટેંબર 2008માં નોર્થસ્ટાર કંપનીને 60 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. સીબીઆઇએ આ ટ્રસ્ટ અંગે પણ ચિદંબરમને પૂછપરછ કરી હતી. હવે સીબીઆઇ આ ટ્રસ્ટના દસ્તાવેજો મેળવવાના પ્રયાસમાં છે. આ લાંચની રકમ સીધી કે આડકતરી કોઇ પણ રીતે ચિદંબરમ સાથે જોડાયેલી હશે તો ચિદંબરમની મુશ્કેલી વધવાની પૂરી શક્યતા છે.
અત્યાર અગાઉ ઇડી સુપ્રીમ કોર્ટમાં એ વિગતો જણાવી ચૂકી છે કે ચિદંબરમની બેનામી સંપત્તિ 12 દેશોમાં વિસ્તરેલી છે અને વિદેશોમાં ચિદંબરમના નામે 17 બેનામી બેંક ખાતાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement